ETV Bharat / state

મોરબીનો ઝૂલતો પુલ અચાનક તૂટ્યો, 60થી વધુ લોકોના થયા મોત - undefined

મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ અચાનક કોઇ કારણોસર તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધું લોકોના મોત થયા છે, તેમજ આ આંકડો વધવાની શક્યતોઓ છે. તેમજ 100થી વધું લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મોરબીનો ઝૂલતો પુલ અચાનક તૂટ્યો
મોરબીનો ઝૂલતો પુલ અચાનક તૂટ્યો
author img

By

Published : Oct 30, 2022, 7:20 PM IST

Updated : Oct 30, 2022, 10:28 PM IST

મોરબી : શહેરમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હતી, જેના કારણે પુલ તૂટી ગયો હતો અને લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબીનો ઝૂલતો પુલ અચાનક તૂટ્યો

બચાવ કામગીરી માટે ત્રણેય પાંખો સજ્જ સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરીને વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. એસ.ડી.આર.એફની 3 તેમજ એસ.આર.પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે. રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.

60થી વધુ લોકોના મોત રાજકોટના ભાજપના સાંસદ મોહન કલ્યાણજી કુંડારિયાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ગુજરાતનો મોરબી કેબલ બ્રિજ ધરાશાયી થયો છે. જેમાં 60થી વધુ મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી વધુ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના છે. બાકીનાને બચાવી લેવામાં આવ્યા છે; NDRF બચાવ કાર્ય ચાલુ છે. અમે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ, તે ખૂબ જ દુઃખદ છે.

  • Gujarat's Morbi cable bridge collapse | More than 60 bodies recovered, of which more are of children, women & elderly. Rest have been rescued; NDRF rescue op underway. We're taking this matter very seriously, it's very saddening: Mohanbhai Kalyanji Kundariya, BJP MP from Rajkot pic.twitter.com/SjIGxRsya5

    — ANI (@ANI) October 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હેલ્પલાઇન નંબર મૂકાયો મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે. લોહીની જરૂર જેટલી જરૂર પડે એટલી મોરબી સતવારા બ્લડ ગ્રુપ પૂરું પાડશે. જેને જાણ થાય કે બ્લડ ની જરૂર છે તો 9099358468 ઉપર કોલ કરવા સૂચના કરી છે. યુવા આર્મી ગ્રુપ હોસ્પિટલ તથા બ્લડ બેંક પર 24 કલાક ઉપસ્થિત છે. તેમને પણ જાણકારી આપી છે કે, કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત પડે તો હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવો.

42થી વધું મોતની આશંકાઓ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોરબીમાં ઝૂલતો પુલ નદીમાં તૂટી પડવાની દુર્ઘટનામા નાના બાળકો સહીત 42 જેટલા લોકોના મૃત્યુ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી છે. તેમને ઇજાગ્રસ્તો અને સ્વજનો પ્રત્યે ઉંડા દુઃખ અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી છે. ​મૃતકોના કુટુંબીજનો અને ઈજાગ્રસ્ત લોકો અને તેમના પરિજનોને સાંત્વના અને દિલશોજી પાઠવવા તેઓ આવતી કાલે 31/10/2022ના રોજ સવારે મોરબી પહોંચશે.

  • We are really saddened by the tragedy in Morbi. PM Modi called me to ask about the situation & Gujarat CM is taking stock too. Local leaders are also working to help the injured people, says Gujarat Panchayat Minister Brijesh Merja, who is present at the incident spot pic.twitter.com/XoZ7JXCL19

તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે.એમ.પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, સંદીપ વસાવા, સચિવશ્રી માર્ગ અને મકાન અને સુભાષ ત્રિવેદી, આઈ.જી સી.આઈ.ડી ક્રાઈમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોતનો આંકડો સતત વધી રહ્યો છે સરકારે તમામ બચાવની કામગીરીઓ હાથ ધરી છે. આસપાસની તમામ હોસ્પિટલના સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં ડોકટરોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ધટનાને અત્યારે રાજનીતિ સાથે સરખાવવામાં આવી રહ્યું છે. સીએમના તમામ પ્રધાનોને મોરબી પહોંચવાનું સૂચન કરવામાં આવ્યું છે. સીએમ પોતે ઘટના સ્થળે જઈને બચાવ કામગીરીમાં જોડાવા જઇ રહ્યા છે. 100થી વધું લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 35થી વધું લોકોના મોત નિપજ્યા છે. મોટાભાગના દર્દીઓને બચાવવામાં આવ્યા છે. સતત મોતનો આંકડો વધી રહ્યો છે.

  • PM @narendramodi spoke to Gujarat CM @Bhupendrapbjp and other officials regarding the mishap in Morbi. He has sought urgent mobilisation of teams for rescue ops. He has asked that the situation be closely and continuously monitored, and extend all possible help to those affected.

    — PMO India (@PMOIndia) October 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

400થી વધું લોકો પુલ પર હતા - 400 જેટલા લોકો પુલ પર હતા. 100થી વધુ લોકો મચ્છુમાં પડ્યાની હોવાની આશંકા સેવાઇ રહી છે. લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સમારકામ બાદ ફરી વખત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પુલ. છેલ્લા છ મહિનાથી વધારે બંધ રહ્યો હતો પુલ. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ 60 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે.

મોરબીનો ઝૂલતો પુલ અચાનક તૂટ્યો

ગૃહ રાજ્યપ્રધાને ઘટના ક્રમની આપી માહિતી મોરબીની દુર્ધટનાને લઇને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે, આશરે 400થી વધું લોકો બ્રિજ ઉપર હાજર હતા. આ ધટના સાંજના 6:30 વાગ્યાની અરસામાં બની હતી. 6.45 વાગ્યાની આસપાસ જિલ્લા તંત્ર અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી 6:50 વાગ્યે શરુ કરી દેવામાં આવી હતી. રાજકોટ શહેરથી એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે મોરબી મોકલવામાં આવી છે. આ દુઃખદ ઘટના સાથે જ બચાવ કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે તે માટે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સતત જિલ્લા તંત્ર સાથે સંપર્કમાં છે.

વડાપ્રઘાને દુ:ખ વ્યક્ત કર્યું અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી અકસ્માતને લઈને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમો તૈનાત કરવા જણાવ્યું હતું. પીએમ મોદીએ પણ પરિસ્થિતિને નજીકથી અને સતત મોનિટર કરવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવાનું કહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂપિયા 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

રેસક્યું ઓપરેશન ચાલું પોલીસ અને પ્રશાસનની સાથે સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેબલ બ્રિજનું સમારકામ 5 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું. સમારકામ બાદ પણ આટલા મોટા અકસ્માત બાદ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અકસ્માત બાદની તસવીરો સામે આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેબલ બ્રિજ કેવી રીતે તૂટી ગયો છે.

2 કરોડના ખર્ચે રિનોવેશન કરાયો હતો મોરબી શહેરની શાન સમાન એતિહાસિક ઝૂલતો પુલ બિસ્માર હાલતમાં હોવાથી ઓરેવા ગ્રુપ દ્વારા કોન્ટ્રાકટ રીન્યુ કરીને 02 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યો હતો. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ઝુલતા પુલની સફરે પહોંચ્યા હતા. સાંજના સુમારે પુલ ધડામ દઈને તૂટી પડ્યો હતો અને નીચે નદી હોવાથી સૈકડો લોકો પાણીમાં ફસાયા છે. જેને પગલે પોલીસ અને 108ની ટીમ તેમજ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું છે.

અપડેટ ચાલું છે...

Last Updated : Oct 30, 2022, 10:28 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.