રવાપર રોડ પરના અવની ચોકડી નજીક રમૈયા વાટિકા સોસાયટીના રહીશોએ એપ્રોચ રોડમાં દીવાલ બનાવી નાખી હોય જેથી હલણનો રસ્તો બંધ થઇ ગયો હતો અને આસપાસની સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય જેથી આ મામલે સ્થાનિકોએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતને પગલે ગત સપ્તાહે દીવાલ તોડવા વહીવટી તંત્ર પહોંચ્યું હતું.
જોકે મહિલાઓના રોષને પગલે ઘર્ષણ ટાળવા માટે સપ્તાહની મુદત આપી ટીમ પરત ફરી હતી. આમ છતાં દીવાલ નહિ તૂટતા આખરે તંત્ર દીવાલ તોડવા પહોંચી હતી. મોરબીના પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, ચીફ ઓફિસર સાગર રાડિયા, સર્કલ ઓફિસર ગંભીર સહિતની ટીમ મહિલા પોલીસની ટીમને સાથે રાખીને દીવાલ હટાવવા પહોંચી હતી અને દીવાલ તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.