- મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળનો અંત
- સિરામિક એસો. સાથે મીટીંગ બાદ હડતાળ પૂર્ણ કરાઈ
- જિસકા માલ ઉસકા હમાલ ચૂકવવા સૌ સહમત થયાં
મોરબીઃ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સિરામિક એસોની મીટીંગ મળી હતી જેમાં સમાધાન થયું છે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું છે કે જિસકા માલ ઉસકા હમાલ ટ્રક હડતાળનો ( Morbi transporters strike ) સુખદ અંત આવ્યો છે અને હવે ટ્રાન્સપોર્ટરોએ ટ્રક લોડ કરવાનું શરુ કરવું. જેમાં કોઈપણ ગાડી ભાડું જે વેપારી સાથે નક્કી કરવામાં આવે તેમાં પ્રતિ ટન રૂ 40 ચાપાણીના અલગથી વેપારી પાસેથી લેવાના રહેશે અને તે ગાડી ભાડાં નક્કી કરતી વેળાએ વેપારી સંમત થાય પછી જ ગાડી બુકિંગ કરવાની રહેશે. તે ઉપરાંત કંપનીમાં લોડીંગ કરતી વખતે ચાપાણી અને લોડીંગ ચાર્જના પ્રતિ ટન 40 રૂ જે તે ડ્રાઈવરોએ કારીગરોને આપવાના રહેશે.
આ પણ વાંચોઃ મોરબીમાં જિસકા માલ ઉસકા હમાલ નિર્ણયની અમલવારી ન થતા ટ્રકમાં લોડીંગ બંધ કરાયું