- મોરબીથી લીલાપર ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં
- 2020થી ચાલતું રોડનું રીસર્ફેસિંગ કામકાજ ઠેરનું ઠેર
- 7 માસ જેટલો સમય થયો પણ કામ માત્ર કાગળો પર જ
મોરબી- Morbi થી લીલાપર રોડ 5 કિમીનો રોડ રાહદારીઓ અને સ્થાનિકોને મહામુસીબતનો રોડ બની રહ્યો છે. Morbi to Lilapar village road લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના નજીક મસમોટો ખાડો ગારવામાં આવ્યો છે જેને 4 માસ કરતા વધારે સમય થઇ ગયો હોવા છતાં પણ તે ખાડો પૂરવાનું કોઈ નામ લેતું નથી. ખાડાના કારણે રોડ પરથી બાઈક અને રિક્ષા નીકળી શકે તેટલો રસ્તો જ રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે
આ રોડની કામગીરી કે ખાડો પૂરવાની કામગીરી નહીં કરવામાં આવે તો ત્યાં રહેતાં સ્થાનિકોને મુસીબત વેઠવી પડશે તે નક્કી છે. તો જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન જણાવે છે કે ખાડો છે તે હાલમાં ધ્યાને આવ્યો છે. જિલ્લા પંચાયતે આગામી 3 તારીખની બેઠકમાં જે તે અધિકારીઓને સૂચના આપીને વહેલીતકે રોડની કામગીરી થાય અને ખાડો પણ પૂરવામાં આવે તેવી સૂચના આપવામાં આવશે. હવે જોવાનું રહ્યું છે સ્થાનિકોને ખાડાવાળા રોડમાં જ ધકેલી રાખવામાં આવે છે કે ભાજપની Morbi District Panchayat જિલ્લા પંચાયતમાં નવી બોડી ખરેખર પ્રજાના પ્રશ્નોનું સમાધાન કરશે.
આ પણ વાંચોઃ Who is Responsible Campaign - કોરોના વેક્સિન માટે અન્ય દેશ પર આધાર કેમ રાખવો પડે છે? : પ્રિયંકા ગાંધી