ETV Bharat / state

મોરબીઃ મચ્છુ નદીના પાણીએ વનાળીયા ગામે તારાજી સર્જી - મોરબી

મોરબી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. ભારે તોફાની વરસાદે વિરામ તો લીધો છે જોકે હવે મેઘાના વિરામ બાદ નુકશાની સામે આવી રહી છે. મોરબી નજીકના વનાળીયા ગામમાં આવેલ નદીની પાજ તૂટી જતાં ખેડૂતો સિંચાઈથી વંચિત રહી ગયાં છે. તો મચ્છુ 2 ડેમના પાણી છોડવામાં આવતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. જેથી અનેક પાકોને નુકશાની થઇ છે અને ખેડૂતો લાચાર સ્થિતિમાં મૂકાયાં છે. ત્યારે આવો જોઈએ વનાળીયા ગામના ખેડૂતોની વ્યથાનો અહેવાલ

મોરબીમાં મચ્છુ નદીના પાણીએ વનાળીયા ગામે તારાજી સર્જી

author img

By

Published : Sep 1, 2020, 5:15 PM IST

મોરબીઃ મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજા ભારે વરસાદને પગલે ખોલવામાં આવ્યાં છે. જેથી મોરબીના વનાળીયા ગામમાં ખેડૂતોની મોટર, કેબલ વાયરો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયાં છે. એટલું જ નહી, પણ ગામમાં નદીની પાજ પણ તૂટી ગઈ છે જેથી ખેડૂતોને સિંચાઈ માટેનો જે એકમાત્ર વિકલ્પ હતો તે છીનવાઈ જતાં ખેડૂતોને ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. સાથે જ શિયાળુ પાકમાં પણ સિંચાઈની સુવિધા નહીં મળે તેથી શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

મોરબીમાં મચ્છુ નદીના પાણીએ વનાળીયા ગામે તારાજી સર્જી
મોરબીમાં મચ્છુ નદીના પાણીએ વનાળીયા ગામે તારાજી સર્જી
વનાળીયા ગામમાં નુકશાની અંગે ખેડૂતો જણાવે છે કે પાજ તૂટતા ખેડૂતોની મોટર, કેબલ પાણીમાં તણાઈ ગયાં છે. ગામના 200 ખેડૂતોને નુકશાની સહન કરવી પડી છે અને પ્રતિ ખેડૂત અંદાજે 25 હજારથી વધુની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તો અન્ય ખેડૂત જણાવે છે કે તેણેે 50 વીઘા ખેતરમાં વાવેતર કર્યું હતું અને 2 મોટર મૂકી હતી જે પાણીમાં તણાઈ ગઈ છે. ચોમાસું પાક નિષ્ફળ ગયો છે તો હવે પાજ તૂટતાં સિંચાઈની સુવિધા પણ છીનવાઈ ગઈ છે જેથી ખેડૂતો શિયાળુ પાકને લઈને પણ ચિંતાતુર જણાઈ રહ્યો છે.
મોરબીઃ મચ્છુ નદીના પાણીએ વનાળીયા ગામે અનેક નુકશાની સર્જી
આમ મોરબી જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યાં છે. ખેતરોમાં પાણી ભરાવાને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ ગયાં છે. ખેતીવાડી વિભાગે નુકશાનીના સર્વે સહિતની કામગીરી શરુ કરી છે. પરંતુ ખેડૂતોને પાકવીમો ક્યારે મળશે, પૂરો પાક વીમો મળશે કે નહી તેવા સવાલો ખેડૂતોને મૂંઝવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.