ETV Bharat / state

મોરબીનો નિવૃત પોલીસકર્મી દેશી પિસ્તોલ અને 12 કારતૂસ સાથે ઝડપાયો

માળિયા પંથકમાં એક નિવૃત પોલીસ કર્મચારીએ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના ભાઈ સાથે જિલ્લા પંચાયત ચૂંટણીમાં મત અંગે શરત લગાવી હતી. જે બાબતે અવારનવાર ધમકીઓ આપી 7 લાખની ખંડણી વસુલવા પ્રયાસ કરતો હતો. આ બાબતે એક લાખ રૂપિયા પડાવ્યા હોવાના મુદ્દે પોલીસ ફરિયાદ બાદ માળિયા પોલીસે નિવૃત પોલીસ કર્મચારીને નાના દહીંસરા ગામના પાટિયા પાસેથી દેશી મેગઝિનવાળી પિસ્તોલ અને 12 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો.

મોરબીનો નિવૃત પોલીસકર્મી દેશી પિસ્તોલ અને 12 કારતૂસ સાથે ઝડપાયો
મોરબીનો નિવૃત પોલીસકર્મી દેશી પિસ્તોલ અને 12 કારતૂસ સાથે ઝડપાયો
author img

By

Published : May 14, 2021, 9:56 AM IST

  • ચૂંટણીમાં લગાવેલી શરતની ખંડણી નિવૃત પોલીસ કર્મચારીએ માગતા ફરિયાદ નોંધાઈ
  • જુગારનો અખાડો ચલાવતો હોવાનો ખુલાસો
  • રાજકીય અગ્રણીના ભાઈ પાસેથી ખંડણી વસુલી

મોરબીઃ મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાએ જિલ્લા પંચાયત ચૂંટણીમાં મત મળવા અંગે આરોપી પરબત ભવાન હુંબલ સાથે શરત મુજબ આપવાના થતા પૈસા બાબતે વિવાદ કરીને એક લાખને બદલે રૂપિયા 10 લાખની માગણી કરી હતી. નિવૃત પોલીસ કર્મચારીએ રકમ પડાવવા અવારનવાર માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

મોરબીનો નિવૃત પોલીસકર્મી દેશી પિસ્તોલ અને 12 કારતૂસ સાથે ઝડપાયો

આ પણ વાંચોઃ વડોદરા નાઇટ કરફ્યૂમાં પોલીસ હાજર હોવા છતાં ચાલુ ગાડીએ લૂંટેરાઓ ચેઇન તોડી ફરાર

પોલીસ મથકમાં ફરિયાદ કરતા માળિયા PSI એન.એચ.ચુડાસમાની ટીમે તપાસ હાથ ધરી છે

ફરિયાદીના ભાઈના પત્નિ જે જિલ્લા પંચાયત મોટા દહીંસરા સીટના સભ્ય હોવાથી તે તમામને ગુનામાં સંડોવી દેવા અને પોલીસમાં તેમજ ઉચ્ચ કક્ષાએ આત્મ વિલોપન કરવાની ખોટી અરજીઓ કરી હતી. આથી મહેન્દ્રભાઈ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પાસેથી રૂપિયા 7 લાખ નક્કી કર્યા હતા, પૈકી રૂપિયા 1 લાખ પડાવ્યા હતા. જેથી માળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરતા માળિયા PSI એન.એચ.ચુડાસમાની ટીમે તપાસ હાથ ધરી છે.

નિવૃત પોલીસ કર્મચારીને પોલીસે રોકી તલાસી લેતા બંદૂક અને કારતૂસ મળી આવ્યા

જેમાં જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાની સુચના અને DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતા. તે દરમિયાન આરોપી પરબત ભવાન હુંબલ પોતાની સાથે પોતાની ક્રેટા કારમાં દેશી બનાવટની પિસ્તોલ પણ રાખતો હતો. જેથી નાના દહીંસરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.

આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

કાર GJ33B2892 વાળી નીકળતા રોકીને ચેક કરાઇ હતી. જેમાંથી પરબત ભવાન હુંબલને ઝડપી લઈને દેશી બનાવટની પિસ્તોલ નંગ 1 કિંમત રૂપિયા 10,000 જીવતા કારતૂસ 12 નંગ કિંમત રૂપિયા 1200, બે મોબાઈલ કિંમત રૂપિયા 5500 અને કાર સહીત કુલ રૂપિયા 7,16,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટ રૂરલમાંથી રાજીનામું આપ્યા બાદ જુગાર અખાડો ચલાવતો હતો

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈ પાસેથી ખંડણી વસુલવા ધમકીઓ આપનાર આરોપી પરબત ભવાન હુંબલ અગાઉ રાજકોટ રૂરલ જિલ્લામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો અને બાદમાં પોતે 7થી 8 વર્ષ પહેલા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. મોટા દહીંસરા ખાતે આવેલી વાડીમાં જીમખાનું લાયસન્સ મેળવી જીમખાનાના ઓઠા હેઠળ જુગારની પ્રવૃતિઓ ચલાવતો હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતા યુવકને ઝડપી પાડ્યો

નિવૃત પોલીસકર્મી હોવાથી કાયદાનો જાણકાર હતો, જેનો લાભ ઉઠાવતો

આરોપી પરબત ભવાન હુંબલ નિવૃત પોલીસકર્મી હોવાથી કાયદાનો જાણકાર હતો અને પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારી વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતી અરજીઓ કરી પોલીસને દબાણમાં લાવી પોતાની ગેરકાયદેસર પ્રવૃતિઓ બેરોકટોક ચાલુ રહે તેવી પ્રવૃતિઓ કરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.