શ્રી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાનને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા અલગ-અલગ જિલ્લામાં અંદાજે 70 હજાર કુટુંબોને ગીર બરડા અને આલોચના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા હતા, તેની ઓળખ માટે સરકાર તરફથી વિગત દર્શક કાર્ડ આપવામાં આવેલ છે.
વિગત દર્શક કાર્ડ ધરાવતા કુટુંબોના વારસને સરકારની સુચના મુજબ અનુસૂચિત જાતિ પ્રમાણપત્રો આપવામાં આવેલ છે. જે પ્રમાણપત્રો નું વિતરણ તાત્કાલિક મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઘરણ મુકામે તેમ જ મુખ્યપ્રધાન રૂપાણી મુકામે તમારો ગોઠવીને આપવામાં આવે છે
પ્રમાણપત્રોને આધારે આ રબારી સમાજના રહીશો અનુસૂચિત જનજાતિના લાભો મેળવતા હતા અને આદિવાસી સમાજના વિરોધ બાદ રાજકીય લાભો બંધ કરવાની પેરવી કરી છે. તાજેતરમાં લોકરક્ષક દળ ની ભરતીમાં પાસ થયેલા રબારી-ભરવાડ અને ચારણ સમાજના યુવાનોને લાભોથી વંચિત રાખી આખરે યાદીમાં વાત થયેલી વાહનોના નામ કમી કરેલ છે અને સરકાર તરફથી અન્યાય કરેલ છે, જેથી સૌરાષ્ટ્રમાં વસવાટ કરતાં તમામ રબારી સમાજમાં સરકાર પ્રત્યે અસંતોષની લાગણી જન્મી છે.
આગામી સમયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ આંદોલન કાર્યક્રમો જેવા કે સત્યાગ્રહ અને હડતાલ જેવા કાર્યક્રમો આપવામાં આવશે અને હાલ પોરબંદર મુકામે આમરણ ઉપવાસ આંદોલનને સંપૂર્ણ ટેકો હોવાનું જણાવ્યું છે અને સપ્તાહમાં હકારાત્મક કાર્યવાહી કરી તેની જાણ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.