જિલ્લા પોલીસવડા ડૉ.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન LCB ટીમના નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમારને મળેલી બાતમીને આધારે મોરબીના તલાવિયા શનાળા ગામની સીમમાં આવેલી ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
જેમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ ૭,૭૬,૦૦૦ તેમજ મોબાઈલ કીમત ૫૦૦૦ અને બે બેટરી સહિત કુલ રૂપિયા ૭.૮૧ લાખનો મુદામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.