વધુમાં જણાવીએ તો, રફાળેશ્વર ગામના રહેવાસી પારસ ઉર્ફે સુલતાન ગિરધર વાઘેલાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, અજાણ્યો પુરુષ ઉંમર અંદાજે ૩૦થી ૪૦ ને રફાળેશ્વર નજીક અજાણ્યા ઇસમોએ બોથડ પદાર્થ વડે માર મારી મોત નીપજાવ્યું છે.
મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. જો કે મૃતક યુવાનની ઓળખ થઇ નથી. ઓળખ મેળવવા તેમજ હત્યારાઓને ઝડપી લેવા તાલુકા PSI એમ. વી. પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.