મોરબી : શહેરમાં અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે મળેલી સૂચના અનુસાર પોલીસે બે અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
શકત શનાળા ગામના રહેવાસી માધવ જીવણભાઈ જીલરીયા અને પંચાસરના રહેવાસી શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા અવારનવાર ઊંચા વ્યાજે ધિરાણ કરી પઠાણી ઉઘરાણી કરીને વ્યાજ વટાવ જેવા ગુન્હાઓ આચરતા હતા. આ માહીતી પોલસીને મળતા બન્ને ઈસમો વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ જેલ મોકલવામાં આવ્યો હતો.