ETV Bharat / state

હળવદમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ કરનાર શખ્શની પોલીસે ધરપકડ કરી - મોરબી ન્યૂઝ

હળવદમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફેલાવનાર શખ્સ સામે પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.

morbi
morbi
author img

By

Published : Apr 5, 2020, 6:05 PM IST

મોરબી: જિલ્લાના હળવદમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફેલાવનાર શખ્સ સામે પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.

હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તેથી કાયદો તેમજ વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન જિલ્લા એસ.પી ડો. કરનરાજ વાઘેલાને માહિતી મળી હતી કે, હળવદ વિસ્તારમાં વિક્રમ રબારીએ પોતાના મોબાઈલ ફોનના વોટ્સએપના સ્ટેટ્સમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે.

જે અંગે હળવદ પીઆઈ એસ.જી ખાંભલાને તાકીદે પગલા લેવા સુચના આપી હતી. જેને પગલે હળવદ પોલીસ ટીમે વિક્રમ મનુભાઈ રબારી રહે હળવદ વાળાને ઝડપી લઈને તપાસ કરતા મોબાઈલમાં આવું લખાણ મળી આવતા તુરંત ધરપકડ કરી હતી. પોલીસે ફરિયાદી બનીને આરોપી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.