- મોરબીમાં ગેરકાયદેસર હથિયાર સાથે 2 ઝડપાયા
- પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યા
- અસામાજિક પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચના
મોરબીઃ આ અંગે મળતી માહિતી અનુસાર, મોરબી પોલીસ ગેરકાયદેસર હથિયારો રાખી અસામાજિક પ્રવુતિ કરતા શખસ સામે કાર્યવાહી કરવા એસઓજીની ટીમને સૂચના મળી હતી. એસઓજીના પીઆઈ જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સતીશ ગરચરને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ઊંટબેટ (શામપર) ગામેથી આરોપી કરિમ ફૂલ્લુભાઈ લુણાઈ પાસે ગેરકાયદેસર રૂપિયા 2 હજારની દેશી બનાવટની જામનગરની બંદૂક છે. એટલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે કરિમ પર આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો છે. મોરબીમાં પેટા ચૂંટણીને લઈને મોરબીમાં પોલીસ સતર્ક થઈ ચૂકી છે.
મોરબી બી ડિવિઝને તમંચા સાથે આરોપીને ઝડપ્યો
આ ઉપરાંત મોરબીમાં બી ડિવિઝનના પીએસઆઈ આર. બી. ટાપરિયાને બાતમી મળી હતી કે, મોરબી-હળવદ રોડ ઉપર શબરી હોટલ પાસેથી એક શખસ હથિયાર સાથે પસાર થવાનો છે એટલે પોલીસે અહીં વોચ ગોઠવી હતી. પોલીસે જયદીપ ભરતભાઈ કરથિયા (ઉં.વ.30, કંસારા શેરીવાળા)ને ગેરકાયદેસર તમંચો કિંમત રૂપિયા 5 હજાર સાથે ઝડપી કાર્યવાહી કરી છે. આ હથિયાર તેની પાસે ક્યાંથી આવ્યો અને કેટલાક સમયથી રાખતો હતો તે અંગેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.