રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. ગઈકાલે બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આજે સવારે મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામું સામે આવ્યું છે.
બ્રિજેશ મેરજાએ પોતાના ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપતાં હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 65 થઈ ગયું છે.