ETV Bharat / state

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પ્રધાનપદની શપથ લે તે પૂર્વે જ કાર્યકર્તાઓ દ્વારા આતશબાજી કરી ઉજવણી - Celebration in Morbi

રાજ્યના નવા મુખ્યપ્રધાનના નવા પ્રધાનમંડળનો આજે ગુરુવારે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ ગયો છે પણ ઉત્સાહી કાર્યકર્તાઓએ શપથ ગ્રહણ કરે તે પૂર્વે જ મોરબી ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

Gujarat News
Gujarat News
author img

By

Published : Sep 16, 2021, 7:45 PM IST

  • મોરબીના ધારાસભ્ય પ્રધાનપદની શપથ લે તે પૂર્વે જ કરી ઉજવણી
  • જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
  • મોરબીવાસીઓમાં છવાયો આનંદ

મોરબી: રાજ્યના નવા મુખ્યપ્રધાનના નવા પ્રધાનમંડળનો આજે ગુરુવારે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ ગયો છે અને બપોરે શપથ ગ્રહણ કરાયા છે પણ ઉત્સાહી કાર્યકર્તાઓ દ્વારા શપથ ગ્રહણ કરે તે પૂર્વે જ મોરબી ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પ્રધાનપદની શપથ લે તે પૂર્વે જ કાર્યકર્તાઓ દ્વારા આતશબાજી કરી ઉજવણી

કાર્યકરોએ આતશબાજી કરીને ઉજવણી કરી

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, ભાજપ અગ્રણી અજય લોરિયા, રવિ સનાવડા, રાકેશ કાવર સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા બસ સ્ટેન્ડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. મોરબીના ધારાસભ્યને પ્રથમ વખત પ્રધાનપદ મળી રહ્યું છે, ત્યારે મોરબી પંથકમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે અને મોરબીમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ આતશબાજી કરીને ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.