ETV Bharat / state

મોરબી-માળિયા પોલીસે વિદેશી દારૂના દરોડામાં 5 શખ્સની કરી ધરપકડ

મોરબીના જુના ઘૂટું રોડ સ્મશાન પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી લઈને દારૂ અને કાર સહીત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તો માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે ભોય ટાંકામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી દારૂનું વેચાણ કરાતું હોવાની, બાતમીને પગલે પોલીસે દરોડો કરીને ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

મોરબી-માળિયા પોલીસે વિદેશી દારૂના દરોડામાં 5 શખ્સની કરી ધરપકડ
મોરબી-માળિયા પોલીસે વિદેશી દારૂના દરોડામાં 5 શખ્સની કરી ધરપકડ
author img

By

Published : May 5, 2021, 12:11 PM IST

  • મોરબીના જુના ઘુટું રોડ પરથી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
  • પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ અને 1.50 લાખની કાર સહીત કુલ રૂપિયા 2,04,340નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
  • અન્ય આરોપી જલ્પેશ વિનોદ ખાખીનું નામ ખુલતા આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

મોરબીઃ સીટી બી ડીવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુના ઘૂટું રોડ પરના સ્મશાન પાસેથી પસાર થતી કાર GJ09BA8456ને આંતરી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની 120 બોટલ કીમત રૂપિયા 51,840 મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ અને 1.50 લાખની કાર સહીત કુલ રૂપિયા 2,04,340નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કારમાં સવાર આરોપી ભાવેશ નીરૂભાઈ જાદવ અને પાર્થ ઉર્ફે પીન્ટુ કલ્પેશ ઠક્કરને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સોમનાથ બાયપાસ ચોકડી પાસે રિક્ષામાં દારૂની હેરફેરીનો પર્દાફાશ, 57 હજારના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

મોટા દહીસરા ગામેથી ખેતરના ટાંકામાંથી સંતાડી વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ

માળિયા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગર રેલવે ફાટક પાસે આવેલા ખેતરમાં અન્ડર ગ્રાઉન્ડ ભોય ટાંકામાંથી વિદેશી દારૂ કાઢી હેરાફેરી કરાતી હોવાની બાતમીને પગલે માળિયા પોલીસની ટીમે દરોડો કર્યો હતો અને ભોય ટાંકામાં છુપાવી રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 108 કીમત રૂપિયા 33,300 મળી આવતા દારૂ તેમજ ટ્રેક્ટર અને ટ્રોલી સહીત 2.83 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી-માળિયા પોલીસે વિદેશી દારૂના દરોડામાં 5 શખ્સની ધરપકડ

આ પણ વાંચોઃ માવસરી પોલીસ કોન્સ્ટેબલના ક્વાટરમાંથી વિદેશી દારૂ પકડાયો

3 આરોપીઓને ઝડપી પાડ્યા અને 1 આરોપી સામે ગુનો નોંધી તપાસ ચાલુ કરાઇ

આરોપી કુલદીપસિંહ સુખુભા જાડેજા, રવિરાજસિંહ જગતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે ત્રણેયને ઝડપી લીધા છે, તો અન્ય આરોપી જલ્પેશ વિનોદ ખાખીનું નામ ખુલતા આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.