મોરબી માળીયા તાલુકાનું અણિયારી ટોલનાકુ જાણે દારૂની હેરાફેરી કરતા ઇસમોનો ગેટવે બની ગયો હોય તેમ છાશવરે અહીથી દારૂની હેરાફેરી કરતા ઇસમો મળી આવે છે. ત્યારે ગઈકાલે એલ.સી.બી. ટીમે ટ્રકમાં પૂંઠાના સ્ક્રેપની આડમાં વિદેશી દારૂ અને બિયરની હેરાફેરીને ઝડપી હતી અને કુલ રૂપિયા 18.99 લાખનો મુદામાલ ઝડપી બે ઇસમોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસ તપાસમાં અન્ય આરોપીઓનું નામ ખૂલતાં તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો મોરબી LCB ટીમે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપ્યા
એલસીબી ટીમને મળી હતી બાતમી : મોરબી એલસીબી પીઆઈડીએમ ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે જે ચૌહાણ અને પીએસઆઈ એન એચ ચૂડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતાં. દરમિયાન સ્ટાફના નીરવ મકવાણાને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી MH-04-GC-1724 નંબરનો એક ટ્રક માળીયા તરફ આવનાર છે. જેમાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમીના આધારે પોલીસે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી અનુસાર ટ્રક નીકળતા તેને અટકાવાયો હતો. જેની તલાશી લેતા તેમાં પૂંઠાના સ્ક્રેપ મળી આવ્યા હતાં. ટ્રકમાં ડ્રાઇવર જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ પટેલ અને પોપટભાઇ ઉર્ફે રમેશ બાબુભાઇ નળમળ મળી આવ્યા હતાં.
આ પણ વાંચો મોરબી એલસીબી ટીમના બે સ્થળે જુગારના દરોડા, 9 જુગારીઓ ઝડપાયા
ટ્રકની તલાસી લેતા દારૂ મળી આવ્યો : પોલીસે બંને સઘન પૂછપરછ અને ટ્રકની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 7,200 નંગ બોટલ જેની કિમત રૂપિયા 9,50,400 , બીયર ટીન 4,320 નંગ કિમત રૂપિયા 4,32,000 મળી કુલ દારૂનો રૂપિયા 13,82,400નો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે બંને ઇસમો પાસેથી પોલીસે રૂપિયા 10,000ની કિમતના 2 મોબાઇલ ફોન, રોકડા રૂપીયા 6630 તથા ટાટા ટ્રક ગાડી રૂપિયા 5,00.000, ગાડીને લગતા કાગળોની ઝેરોક્ષ,ઇ-બે બીલ, ઇન્વોઇસબીલ, ડ્રાઇવીંગ લાયસન્સ, આધારકાર્ડ, પાન કોર્ડ, પુઠાનો સ્ક્રેપ ગાસડી સહિત કુલ રૂપિયા 18,99,030નો મુદામાલ જપ્ત કર્યો હતો.
સ્ક્રેપની આડમાં દારૂની ખેપ કરતાં 2ની ધરપકડ : આ સાથે પોલીસે આરોપી જીજ્ઞેશ અને પોપટની અટકાયત કરી હતી. તેઓની સઘન તપાસ હાથ ધરતા ટ્રકમાં માલ ભરાવી આપનાર આરોપી રમેશભાઈ રહે.વાપી અને ટાટા ટ્રક નંબર MH-04-GC-1724ના માલિકનું નામ ખૂલતાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી પોલીસ ટીમની આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પો.સ.ઇ. કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતો.