- ભાજપે તાલુકા-જિલ્લા પંચાયતની સત્તા હાસલ કરી
- કોંગ્રેસના સુપડા સાફ થયા
- માળિયા પાલિકા એક માત્ર કોંગેસના ફાળે
- મોરબી સ્થાનિક સ્વરાજની સત્તાનો તાજ ભાજપના શિરે
મોરબીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી, ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારી સાથે મતગણતરી કરવામાં આવી હતી તો પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બપોરના બાદ મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે.
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કોંગ્રસના સુપડા સાફ
મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબી અને વાંકાનેર નગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સત્તા પર ભાજપે કબજો કર્યો છે. તો માત્ર માળિયા નગરપાલિકા પર જ કોંગ્રેસ ફરી કબજો કરી શકી છે. મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કોંગ્રસના સુપડા સાફ થયા છે, ત્યારે ભાજપની મોરબી જિલ્લામાં ભવ્ય જીત બાદ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણવ્યું હતું કે કેન્દ્ર, રાજ્ય અને જિલ્લામાં ભાજપ છે. તો સ્થાનિક સ્વરાજની સત્તા પર ભાજપ જ જોઈએ તેવો પ્રજાએ નિર્ધાર કર્યો હતો અને ભાજપને આજે ભવ્ય જીત અપાવી છે, ત્યારે તમામ મતદારોનો આભાર માન્યો હતો.