આ પહેલા સગીર આરોપી સહિત 4 અને ત્યારબાદ વધુ એક સહિત કુલ 5 આરોપીને ઝડપી લેવાયા હતા, આ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા 4 આરોપીઓને જેલહવાલે કરાયા છે. જયારે સગીર આરોપીને રાજકોટ હોમ ફોર બોયઝમાં મોકલી દેવાયો છે.
મોરબીના ટ્રાવેલ્સ સંચાલક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યાના બનાવ અંગે ફરિયાદી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની ફરીયાદને આધારે પોલીસે 6 ઈસમો સામે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જે હત્યા અંગે પોલીસે ગુનો નોંધી એલસીબી, એસઓજી અને બી ડીવીઝનની ટીમોએ વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી. જેમાં નવલખી ફાટક નજીકથી કારમાં આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.૨૧) રહે ગ્રીન ચોક, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વ.૨૮) રહે સુરેન્દ્રનગર અને મુકેશ ઉર્ફે મુકલો મોમભાઈ ભરવાડ (ઉ.વ.૪૬) રહે ત્રાજપર અને એક સગીર વયના આરોપી સહીત ચારને ઝડપી લઈને હત્યામાં વપરાયેલી કાર કબજે લીધી છે.
જ્યારે હત્યામાં વપરાયેલ અન્ય કાર સુરેન્દ્રનગરથી કબ્જે લેવામા આવી હતી, ત્યારબાદ મનીષ ઉર્ફે કુમાર હર્ષદરાય કપાસી (ઉ.વ.૫૩) નામના આરોપીને દબોચી લેવાયો હતો. જે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા ચાર આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે. જયારે સગીર વયના આરોપીને રાજકોટ હોમ ફોર બોયઝમાં મોકલ્યો છે, જ્યારે હથિયારો કબ્જે લેવાયા, એક આરોપીને ઝડપી લેવા તપાસ હત્યામાં વપરાયેલ કાર અગાઉ પોલીસે જપ્ત કરી હતી. ઝડપાયેલ આરોપીના રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ દરમિયાન હત્યામાં વપરાયેલ પિસ્તોલ, તલવાર, ધોકા, પાઈપ સહિતના હથિયારો જુના બસ સ્ટેન્ડ નજીક ખોડીયાર ટ્રાવેલ્સ ઓફીસ પાછળ સંતાડ્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેને કબજે લીધા છે, તેમજ હજુ એક આરોપી ધ્રુવરાજસિંહ રાણા ફરાર હોવાથી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.