મોરબી ચેકિંગમાં ખાનગી કલાસીસ, સમર કલાસીસ અને ડાન્સ કલાસીસમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જાણવા મળ્યું કે, ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, કે કેમ તેની ચકાસણી કરી હતી. અનેક સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા ન હતા.
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રમાં પણ ફાયર સેફટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. ૧૭થી વધુ આસામીઓને નોટીસ પાઠવી હતી અને ફાયર સેફ્ટીના સાધનો વસાવીને પાલિકાનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બંધ રાખવા તાકીદ કરી છે. તે ઉપરાંત ખાનગી શાળાઓ અને હોસ્પિટલમાં પણ ચેકિંગ કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.