મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સૂચનાથી જિલ્લામાં જુગારને ડામવા માટે એલ.સી.બી પીઆઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના સંજયભાઈ મૈયડને મળેલી બાતમની આધારે નવા સાદુળકા ગામે વર્લ્ડ કપના મેચ પર સટ્ટો રમતો હોવાની માહિતી મળતા ત્યાં રેડ કરી હતી.
રેડમાં ઇકબાલ આદમભાઈ સધી અને ગોપાલ ખેગરભાઈ ભરવાડએ બંને શખ્શોને 14 હજાર રોકડા અને ૫ મોબાઈલ કિંમત રૂપિયા 11,500 સહીત કુલ મળીને રૂપિયા 25,500ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે, જયારે અન્ય બે શખ્સ રાજુભાઇ પટેલ અને દિલીપ પટેલના નામ ખુલતા તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.