ETV Bharat / state

Morbi Gas Price Hike: સતત ભાવવધારા બાદ હવે પુરતો ગેસ ન મળતા ઉદ્યોગપતિઓનો હલ્લાબોલ - ગેસ કંપનીની ઓફિસ

સતત ભાવવધારા બાદ પણ પુરતો ગેસ ન મળતા(Not getting enough gas ) ઉદ્યોગપતિઓ લડાયક મૂડમાં છે. જેથી સિરામિક ઉદ્યોગપતિઓએ ગેસ કંપનીની ઓફિસે પહોંચી હલ્લાબોલ કરી રજૂઆત કરી હતી.

Morbi Gas Price Hike: સતત ભાવવધારા બાદ હવે પુરતો ગેસ નહિ મળતા ઉદ્યોગપતિઓનો લડાયક હલ્લાબોલ

author img

By

Published : Mar 26, 2022, 8:01 PM IST

મોરબી: સતત ભાવવધારા બાદ હવે પુરતો ગેસ ન મળતા ઉદ્યોગપતિઓ લડાયક મૂડમાં(Businessmen in a fighting mood) છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં છેલ્લા થોડા મહિનાઓમાં સતત ભાવવધારો જોવા મળ્યો હતો. એટલું ઓછું હોય તેમ હવે પુરતો ગેસ આપવામાં આવતો ન હોય જેથી સિરામિક ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચી ગયાં હતાં અને ઉગ્ર રજૂઆત કરી હતી.

પુરતો ગેસ આપવામાં આવતો ન હોય જેથી સિરામિક ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા. તેમજ હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: જામનગરમાં મહિલા કોંગ્રેસે જાહેરમાં ચુલો સળગાવી વધતા ગેસના ભાવનો કર્યો વિરોધ

મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા - મોરબી સિરામિક ઉદ્યોગમાં(Morbi Ceramic Industry) વપરાતા ગેસના ભાવોમાં થોડા મહિનાઓમાં જ અંદાજે ડબલ જેટલો વધારો કરાયો છે. આટલા ભાવવધારા છતાં ગેસ સપ્લાય(Gas supply) પૂરતા પ્રમાણમાં કરવામાંના આવતા સિરામિક એકમોને પ્રોડક્શનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જે સમસ્યાથી કંટાળી જઈને મોરબી સિરામિક એસોસિયનના(Morbi Ceramic Association) નેજા હેઠળ ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ ઓફિસે(Gas company office) પહોંચીને ગેસ કંપનીને રજૂઆત કરી છે. તેમજ તાત્કાલિક નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

20 ટકા ગેસ કાપથી સિરામિક ઉધોગની સ્થિતિ દયનીય બની - મોરબી સિરામિક એસો દ્વારા ગુજરાત ગેસ લીમીટેડને રજૂઆત કરી જણાવ્યું છે કે ગેસ કંપની દ્વારા જે MGO થાય છે તે MGO એપ્રિલ મહિના માટે એક જ ફિક્સ ભાવથી 100 ટકા MGO કરી આપશો. તેની જાણ કરશો બાદમાં જ સિરામિક એસોસિએશનના મેમ્બરો MGO કરશે. અગાઉ જે લેટર આપેલ તેનો આજ સુધી જવાબ મળ્યો નથી. જેથી તાત્કાલિક જવાબ આપવા અને પુરતો ગેસ આપવા માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જામનગરમાં ગેસ ભાવ વધારાનો મહિલા કોંગ્રેસે કર્યો વિરોધ

200 જેટલા યુનિટો બંધ થશે અને સિંગલ રેટમા ગેસ સપ્લાય કરવામાં આવે તેવી માંગ - આ મામલે સિરામિક એસોસિએશનના પ્રમુખ જણાવે છે કે યુદ્ધના કારણે ગેસની કટોકટી છે તો ગેસ કંપની દ્વારા ગેસ વપરાશ માટે જે MGO કરવામાં આવેલ હોય તેમાંથી 80 ટકા જ ગેસ આપવામાં આવી રહ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગનો સાઈકલ ચાલે તેમ નથી. જે ગેસ 58 રૂપિયાના ભાવે આપવામાં આવે છે. તેમજ સિરામિક ઉદ્યોગને વધારાનો 20 ટકા ગેસ જોઈએ તો 112 રૂપિયાના ભાવે આપવામાં આવતા ઉદ્યોગકારો રોષે ભરાયા છે. તેમજ એક જ ભાવે 100 ટકા ગેસ આપવાની માગ કરી રહ્યા છે. આ મહિને 200 કારખાના બંધ થઇ રહ્યા છે. તેમજ આવતા મહિને પણ 200થી વધુ કારખાના બંધ થઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.