ETV Bharat / state

મોરબીની માળિયા ફાટકના ઓવરબ્રિજનું રિપેરીંગ 3 મહિના ચાલશે, ટ્રાફિકજામ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

મોરબી જિલ્લામાંથી નેશનલ હાઈવે પસાર થતો હોવાથી અને માળિયા ફાટક પાસેના ફ્લાય ઓવરબ્રિજ પર રિપેરીંગ કરવાનું હોવાથી ત્રણ માસ સુધી બ્રિજ બંધ રાખવામાં આવશે. આથી ટ્રાફિકજામ ન થાય તે માટે વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબીની માળિયા ફાટકના ઓવરબ્રિજનું રિપેરીંગ 3 મહિના ચાલશે, ટ્રાફિકજામ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
મોરબીની માળિયા ફાટકના ઓવરબ્રિજનું રિપેરીંગ 3 મહિના ચાલશે, ટ્રાફિકજામ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
author img

By

Published : Dec 28, 2020, 5:04 PM IST

  • માળિયા ફાટક પર ઓવરબ્રિજનું રિપેરિંગ કામ શરૂ
  • આગામી ત્રણ મહિના સુધી ચાલશે રિપેરીંગ કામ
  • ઓવરબ્રિજ બંધ રહેતા પોલીસ કાફલો ટ્રાફિક વ્યવસ્થામાં જોડાયો
  • શહેરીજનોને મુશ્કેલીના પડે તે માટે પોલીસ વ્યસ્વ્થા સંભાળશે

મોરબીઃ મોરબીની માળિયા ફાટકના ઓવરબ્રિજનું રિપેરીંગ કામ શરૂ થઈ ગયું છે. આ કામ આગામી ત્રણ મહિના સુધી ચાલશે. જોકે, આના કારણ ટ્રાફિકજામ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવાઈ છે. ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થામાં લાલપર તરફ જવા માટે નટરાજ ફાટકથી સો ઓરડીથી કુબેર સિનેમા તરફ તથા નટરાજ ફાટકથી નઝરબાગ થઈને લાલપર તરફ જઈ શકાશે. જ્યારે માળિયા તરફ જવા માટે નવલખી ફાટકથી આરટીઓ બ્રીજ તરફ તથા વિસીપરા થઈને અમરેલી ગામથી રવિરાજ ચોકડી તરફ તેમ જ નટરાજ ફાટકથી વેજિટેબલ રોડથી ધરમપુર ગામ થઈને રવિરાજ ચોકડી તરફ જઈ શકાશે.

ઓવરબ્રિજ બંધ રહેતા પોલીસ કાફલો ટ્રાફિક વ્યવસ્થામાં જોડાયો

હળવદ જવા માટે ત્રાજપર ચોકડી થઈને જૂના ઘૂટું રોડ તરફથી તો મહેન્દ્રનગર તરફ જવા માટે સામાકાંઠાથી ત્રાજપર ચોકડીથી જૂના ઘૂટું રોડથી સમર્પણ હોસ્પિટલ થઈને રામધન આશ્રમથી મહેન્દ્રનગર ચોકડી તરફ જઈ શકાશે. ટ્રાફિક વ્યવસ્થા સારી રીતે ચાલે તે માટે ટ્રાફિક શાખા દ્વારા 1 પીએસઆઈ, 18 પોલીસ જવાન તથા 18 જીઆરડી અને 11 ટીઆરબી જવાનો વ્યવસ્થા સંભાળશે તેમ જ ટ્રાફિક નિયમનમાં વાહનચાલકો પણ સહયોગ આપે તેવી મોરબી જિલ્લા પોલીસે અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.