મોરબીઃ કોરોના કહેરને પગલે સરકાર દ્વારા લોકડાઉન 4ની સમય મર્યાદા રવિવારના રોજ પૂર્ણ થતી હોય જેને પગલે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 1ની જાહેરાત કરવામાં આવી હતી અને 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે જેમાં નવા નિયમો જાહેર કરાયા છે. જેથી અનલોક 1 માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પ્રસિદ્ધ કરેલ જાહેરનામાં પ્રમાણે કંટેનમેન્ટ ઝોન અને માઈક્રો કંટેનમેન્ટ વિસ્તારમાં રેવા પાર્ક શેરી નં 1 તથા આકાશ દર્શન એપાર્ટમેન્ટ A તથા B તથા આકાશ દર્શન એપાર્ટમેન્ટના સિક્યુરીટી ગાર્ડ રૂમ 1 તથા ટંકારા તાલુકાના જયનગર ગામની શેરી નં 2 અને 3 ખાતે નિયત થયેલ છે. આ કંટેનમેન્ટ વિસ્તારમાં સવારના 7થી સાંજના સાત સુધી જ આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે આ ઝોનમાં કામદારો, કર્મચારી અને દુકાનદારો ઝોનની બહાર જઈ શકશે નહિ, તેમજ અન્ય વ્યક્તિઓ (અધિકૃત સિવાય) અંદર પ્રવેશી શકશે નહિ..
જેમાં નોન કંટેનમેન્ટ ઝોન વિસ્તારમાં મોરબી જિલ્લામાં મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલ તમામ દુકાનો, સંસ્થાઓ અને ઓદ્યોગિક પ્રવૃતિઓ સવારના 8થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. તેમજ જે ઓદ્યોગિક એકમમાં સતત ચાલતી પ્રક્રિયા હોય તે સતત ચાલુ રાખી શકાશે. પરંતુ કામદારોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આવશ્યક સેવાઓ જેમ કે મેડીકલ અને દૂધ સાથે સંકળાયેલ પ્રવૃતિઓ સિવાયની બિન આવશ્યક પ્રવૃતિઓ માટે રાત્રીના 9 કલાકથી સવારે 5 સુધી કોઈપણ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ (કર્ફ્યું) રહેશે. તો એસટી બસ પરિવહન ચાલુ રાખી શકાશે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને રમતગમત મેદાનો ખુલ્લા રાખી શકાશે, જોકે દર્શકો માટે પ્રતિબંધિત રહેશે, પ્રસારણ માટે કોઈ બાધ રહેશે નહી.
નગરપાલિકા દ્વારા સુનિશ્ચિત થયેલ ફેરિયાઓ નગરપાલિકા દ્વારા સુનિશ્ચિત થયેલ સ્ટાનદર્દ ઓપરેટીંગ પ્રોસીઝર મુજબ 8 જૂનથી વેપાર કરી શકશે.
શું ખુલશે અને શું નહિ ખુલે
તમામ શૈક્ષણિક, ટ્રેનીંગ, રીસર્ચ અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. વહીવટી કામગીરી શરુ કરી શકાશે તે ઉપરાંત જીંમ બંધ રહેશે તો હોટલ અને કલબ્સ 8 જૂનથી શરુ કરી શકાશે, તેમજ રેસ્ટોરન્ટ અને ભોજનશાળા 8 જૂનથી શરુ કરી શકાશે તેવી જ રીતે મોલ્સ અને મોલ્સની અંદર આવેલ દુકાનો 8 જૂનથી શરુ કરી શકાશે. ઓદ્યોગિક પ્રવૃતિઓ સોશિયલ ડીસટન્સ સાથે 100 ટકા ક્ષમતા સાથે શરુ રાખી શકાશે તમામ ધાર્મિક સ્થળો તા. 8 જૂનથી શરુ કરી શકાશે.
જોકે કાર્યક્રમો અને મેળાવડાઓ પર પ્રતિબંધિત રહેશે તો જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત છે. લગ્ન પ્રસંગમાં ફક્ત 50 વ્યક્તિને પરવાનગી અપાશે, જયારે અંતિમ યાત્રામાં 20 વ્યક્તિને પરવાનગી યથાવત રાખવામાં આવી છે.
ફેરિયાઓ નગરપાલિકા દ્વારા સુનિશ્ચિત થયેલ ફેરિયાઓ 8થી વેપાર કરી શકશે, પાનની દુકાનો સોશિયલ ડીસટન્સ પાલન સાથે ફક્ત પાર્સલ સુવિધા આપવાની શરતે ચાલુ રાખી શકાશે, વાળંદની દુકાનો પણ શરતો સાથે ચાલુ રહેશે અને ગ્રંથાલયો પણ કુલ ક્ષમતાના 60 ટકા વ્યક્તિ સાથે ચાલુ રાખી શકાશે તે ઉપરાંત એસટી બસ અને સીટી બસ સર્વિસ પણ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે, તો ખાનગી બસ સર્વિસ 60 ટકા ક્ષમતા સાથે કંટેનમેન્ટ ઝોન સિવાય ચાલુ રાખી શકાશે.
ઓટો રીક્ષામાં ડ્રાઈવર ઉપરાંત બે મુસાફર સફર કરી શકશે અને કેબ્સ, ટેક્સી અને ખાનગી કારમાં 1 ડ્રાઈવર અને 2 પેસેન્જર તેમજ જો ક્ષમતા 6 કે તેથી વધુ હોય તો ડ્રાઈવર ઉપરાંત 3 મુસાફરો સફર કરી શકશે. ટૂ વ્હીલર્સમાં બે વ્યક્તિ સફર કરી સકે તો પ્રાઈવેટ ઓફીસ ચાલુ રહેશે, બેંક અને સરકારી કચેરીઓ પણ ચાલુ રહેશે, તમામ રીપેરીંગ દુકાનો, ગેરેજ અને સર્વિસ સ્ટેશનો ચાલુ રાખી શકાશે. જોકે સ્વીમીંગ પુલ્સ, કલબ્સ, જાહેર બગીચાઓ, વોટર પાર્ક બંધ રહેશે અને પ્રવાસન સ્થળો પણ બંધ રહેશે, તમામ માલવાહક વાહનોની રાજ્યમાં અને અન્ય રાજ્યમાં અવરજવરની છૂટ રહેશે, આ જાહેરનામાંની અમલવારી 31 મેંથી 30 જૂન સુધી કરવાની રહેશે.