મોરબી મોરબીના રામધન આશ્રમ ખાતે કોંગ્રેસના અબ કી બાર જનતા કી સરકાર કાર્યક્રમમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ લલિત કગથરા ઋત્વિજ મકવાણા દીપક બાબરિયા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત કોંગ્રેસ મેનીફેસ્ટો તૈયાર કરવાના કાર્યક્રમમાં (Morbi Congress election manifesto preparation exercise ) વિવિધ વેપારી સંગઠન સામાન્ય પ્રજા અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં.
પ્રજા વચ્ચે જઈને મેનીફેસ્ટો તૈયાર કરી રહ્યા છીએ જે કાર્યક્રમ અંગે પ્રદેશ કાર્યકરી પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતું કે આ તમામ મુદ્દાઓ મેનીફેસ્ટોમાં સમાવવામાં આવશે અને મોરબીની જરૂરીયાત અને મુદ્દાઓને ધ્યાને લઈને મેનીફેસ્ટો તૈયાર કરાશે. પ્રજા વચ્ચે જઈને મેનીફેસ્ટો તૈયાર કરી રહ્યા છીએ. જેમાં જિલ્લા મથકે પ્રશ્નો સાંભળી તે પ્રશ્નો મેનીફેસ્ટો કમિટી પાસે મોકલી તે મુદ્દા નક્કી કરીને મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે અમદાવાદ, ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા મહત્વના કાર્યક્રમો
કારોબારી મીટીંગ યોજાઈ મોરબીમાં માળિયા પંથકમાં પાણીના પ્રશ્નો તેમજ મોરબીના વાડી વિસ્તારમાં વસતા 50000થી વધુ સતવારા સમાજના લોકો પ્રાથમિક સુવિધાઓ વિના જીવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આજે વિવિધ પ્રશ્નો આવ્યા હોઇ તેેને મોરબી વિધાનસભા માટે મેનીફેસ્ટો તૈયાર કરવામાં ધ્યાને લેવાશે તેમ જણાવ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા કારોબારી મીટીંગ યોજાઈ હતી. જેમાં યુવાનોના બેરોજગારી પ્રશ્નો મોંઘવારી સહિતના મુદાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા નવસારીમાં, કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ વિશે મહત્ત્વની વાત કહી
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં કાર્યકરોને જોડાવા અપીલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે અમદાવાદમાં (Rahul Gandhi to visit Gujarat on September 5)કાર્યકરો સાથે સંવાદ કરવાના છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, વોર્ડ પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે અને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જોડાશે તેમ લલિત કગથરાએ જણાવ્યું હતું.
10 તારીખના રોજ ગુજરાત બંધનું એલાન મોંઘવારીએ માઝા મૂકી છે અને મધ્યમવર્ગ મુશ્કેલીમાં જીવી રહ્યો છે ત્યારે પ્રજાના પ્રશ્નને વાચા આપવા કોંગ્રેસે 10મી તારીખે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. જેમાં વેપારીઓએ જોડાવા અપીલ કરવામાં આવી છે. એક દિવસ બંધમાં જોડાવા (Appeal to join Gujarat bandh on 10 Sep 2022 )અને અહંકારી ભાજપને અરીસો બતાવવા સાથ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.