- ટંકારા પંથકમાં બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ
- બનાવ અંગે બાળકના પિતાને જાણ થતા ટંકારા પોલીસમાં નોંધાઈ ફરિયાદ
- 4 કિશોરએ એક સંપ કરી ઘટનાને આપ્યો અંજામ
મોરબી : ટંકારા પંથકમાં ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં 4 કિશોરોએ એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે આ ઘટના બે માસ પૂર્વે બની હતી. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પીડિત કિશોરના પિતા સુધી પહોંચ્યો હતો. જે બાદ તેના પિતાએ પોલીસ મથકે ચારેય કિશોરો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
આ ચકચારી બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના ગ્રામ્ય પંથકમાં રહેતા બાળક સાથે બે માસ પૂર્વે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેમાં 12થી 15 વર્ષની વયના 4 કિશોરોએ એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને આ બનાવનો વીડિયો મોબાઈલમાં બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો પીડિત બાળકના પિતા સુધી પહોંચતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને પીડિત બાળકના પિતાએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
3 કિશોરોએ તેના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
પીડિત બાળકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 માસ પૂર્વે 3 કિશોરોએ તેના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ એક કિશોરે તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.