મોરબીઃ મોરબી બ્રિજ દુર્ઘટનાને આજે ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં આ મામલો આજે પણ કોઈકને કોઈક વાતને લઈને ચર્ચામાં આવતો હોય છે. ત્યારે આ કેસને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. કારણ કે, કોર્ટે કેસના 7 આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
આ પણ વાંચો Morbi bridge tragedy: મોરબી પુલ દુર્ઘટના, જયસુખ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર
કોર્ટે ફગાવ્યા જામીનઃ મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા 9 પૈકી 7 આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. આરોપી મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખ વાલજીભાઈ ટોપિયા અને માદેવ લાખાભાઈ સોલંકી એમ 7 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, જે જામીન અરજીની અગાઉ સુનાવણી કરવામાં આવી હોવાથ તેમાં બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી. ત્યારે આજે કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.
આરોપીઓને કોઈ રાહત નહીંઃ ઓરેવા કંપનીના મેનેજર સહિતના 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. જેથી હાલ 7 આરોપીઓને કોઈ રાહત નથી મળી. તો ઓરેવા ગૃપના મેનેજર સહિતના લોકોએ આગાઉ પણ કોર્ટમાં જામીન મામલે અરજી કરવામાં આવી હતી પણ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
90થી વધુ સમય વીત્યો છતાં નક્કર કાર્યવાહી કરીઃ આ દુર્ઘટનાને આશરે 90 દિવસથી વધુનો સમય વિતી ચૂક્યો છે, પરંતુ મૃતકોના સ્વજનો કે મોરબીવાસીઓ હજી પણ તે ઘટનાને ભૂલી શકતા નથી. ઝૂલતા પૂલ પરથી પસાર થાય ત્યારે તે તરફ નજર થાય તો પણ રૂંવાળા ઊભા થઈ જાય છે અને આંખમાંથી આંસુ વહી જાય છે. ઝૂલતા પૂલ દુર્ઘટનામાં પોલીસ દ્વારા કાર્યવાહી જરૂરથી કરવામાં આવી છે, પણ મોટા મગરમચ્છ સામે કડક કાર્યવાહીની રાહ મોરબીવાસીઓ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો Morbi Bridge Collapse: મોરબી દુર્ઘટનાને પૂર્ણ થયા 3 મહિના, અત્યાર સુધી શું થયું જાણો સમગ્ર ઘટનાક્રમ
જયસુખ પટેલ સામે રોષઃ ઝૂલતા પૂૂલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ હાજર થયા બાદ તેને ફાંસીની સજા થાય તેવી માગણીઓ મૃતકોના પરિવારજનો કરી રહ્યા છે. તો આટલા દિવસ સામે ના આવ્યા કે મૃતક પરિવારોને સાંત્વના પણ ના પાઠવી, જેથી મૃતકોમાં જયસુખ પટેલ સામે રોષ જોવા મળી રહ્યો છે.