મોરબી મોરબી પુલ હોનારતના મૃતકોને માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ( Tribute to Victims Morbi Bridge Collapse ) યોજાયો હતો.જેમાં મોરબી બાર એસોસિએશન જોડાયું હતું. ત્યારે મહત્ત્વનો નિર્ણય ( Morbi Bar Association Decision )લેવાયો છે કે આરોપીઓનો કેસ કોઇ ધારાશાસ્ત્રી નહીં લડે. 31 ઓકટોબર સરદાર પટેલ જ્યંતિની પૂર્વ સંધ્યાએ 30 ઓકટોબરને રવિવારે મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ તૂટી પડ્યો. અને ચીસાચીસ વચ્ચે અનેક લોકો નદીમાં પડ્યા હતા. તેમાંથી 136 લોકોના મોત થયાના અરેરાટીભર્યા સમાચાર આવ્યા હતા. આ દુર્ઘટના પછી પોલીસે 9 આરોપીઓની ( Morbi Bridge Collapse Accused ) ધરપકડ કરી છે.
બે કરોડના ખર્ચે નવીનીકરણનો દાવો મોરબીના ઐતિહાસિક પુલનું રૂ. 2 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે ખુલ્યાના પાંચ દિવસ બાદ તૂટી પડ્યો હતો. આ મામલે વડોદરાના વકીલ ભૌમિક શાહે આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થવી જોઇએ તેવી ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવા વિનંતી કરી છે.
મોરબીના વકીલ આરોપીના કેસ નહી લડે મોરબીના ધારાશાસ્ત્રીઓ મૃતકોને ન્યાય મળે તે માટે કોઈ રીતે પાછા નહીં પડે. મોરબી બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે એવો ઠરાવ ( Morbi Bar Association Decision ) પસાર કરવામાં આવ્યો છે. કે ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓ ( Morbi Bridge Collapse Accused )ના કેસ મોરબીના એક પણ ધારાશાસ્ત્રી ( Tribute to Victims Morbi Bridge Collapse ) નહીં લડે.
વકીલોની મૌન રેલી મોરબી બાર એસોસીએશનના વકીલો દ્વારા મૌન રેલીનું આયોજન ( Tribute to Victims Morbi Bridge Collapse ) કરવામાં આવ્યું હતું. જે બાદ મોરબી બાર એસોસિએશનના પ્રમુખ જીતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના તમામ ધારાશાસ્ત્રીઓ દ્વારા મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટથી નવા પુલ ઉપર થઈ મહેન્દ્ર ડ્રાઈવ રોડ અને ઝૂલતા પુલ સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીનો હેતુ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો હતો.
બાર એસોસિએશને કરી કડક શબ્દોમાં ટીકા વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને મોરબી બાર એસોસિએશન તેની કડક શબ્દોમાં ટીકા કરે છે. જેથી બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે એવો ઠરાવ ( Morbi Bar Association Decision ) પસાર કરવામાં આવ્યો છે કે આ દુર્ઘટનામાં આરોપીઓના કેસ મોરબીના એક પણ ધારાશાસ્ત્રી નહીં લડે.