- "ગરીબીની અમીરી" : રામ નામે ચાલતું બાપાનું અન્નધામ
- બચુબાપુનું અન્નધામ, નિરાધારનો આધાર
- 72 વર્ષની વયે પણ અન્નક્ષેત્ર ચલાવી રહ્યાં છે બચુબાપા
- ફક્ત રુપિયા 40માં ભરપેટ ભોજન
મોરબીઃ મોરબીના આ બચુબાપા માત્ર રૂ.40 માં ભૂખ્યાંજનોને ભરપેટ ભોજન કરાવે છે. જો કે ભોજન કરવા માટે માત્ર રૂ. 40નો ભાવ રાખ્યો છે. પણ કોઈ તેનાથી ઓછા એટલે રૂ. 10 કે 20 રૂપિયા આપે તો પણ રાજીપો વ્યક્ત કરીને એ રકમ લઈ લે છે અને કદાચ કોઈ દરિદ્ર નારાયણ આટલી રકમ ન આપે તો પણ તેઓ તેમને પ્રેમથી આરોગ્ય પ્રદ ભરપેટ ભોજન કરાવે છે. આવા તો આવા અનેક લોકોને તેઓ રોજ જમાડે છે. જો કે આ ભાવ તો તેમણે માત્ર શાકભાજીનો ખર્ચ કાઢવા માટે રાખ્યો છે. પોતાની આજીવિકા માટે નહીં. આ ઢાબા પાછળ એમનો કમાણી કરવાનો કોઈ આશય નથી. માત્ર થોડા રૂપિયામાં પણ ગરીબ લોકો ભરપેટ ભોજન કરી શકે તેવો જ તેમનો ઉદેશ્ય છે.
- રામનામ સાથે બાપાનું અન્નધામ
બચુ બાપા પરિવાર સાથે રહીને 40 વર્ષ પહેલા ગાંઠિયાની લારી ચલાવતા હતાં. તેમને એક જ દીકરી છે તે પણ પરણીને સાસરે જતી રહી છે. અને પત્નીનું 10 મહિના પહેલાં અવસાન થયું છે. હવે એકલા હોવા છતાં પણ જાતે જ લોટ બાંધી તથા શાક બનાવીને લોકોને જમાડે છે. બાપા પાસે કોઈ મૂડી નથી. તેઓ ભોજનના 40 રૂપિયા લે છે. એમાં પણ માત્ર 100 રૂપિયા જ બચે છે. ક્યારેક એ રકમ પણ બચતી નથી.
- બાપાનો ટેસ્ટ, હોટલ કરતાં બેસ્ટ
બચુબાપા કહે છે કે 35 વર્ષ પહેલા તેમને મોરારી બાપુ સાથે મળવાનું થયું હતું. ત્યારે મોરારી બાપુએ લોકોને ઉપયોગ સારું કાર્ય કરવાની શીખ આપી હતી. ત્યારથી બચુ બાપાએ આ સેવાયજ્ઞ ચાલુ કર્યો અને આજે 72 વર્ષની ઉંમરે પણ નિસ્વાર્થ ભાવે લોકોને પ્રેમથી જમાડીને જીવશે ત્યાં સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખવાનું જણાવ્યું છે.