મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં (Attacked the contractor with a cutter) આવેલ એપાર્ટમેન્ટમાં ઘૂસી બે સહકર્મીઓએ 'આજે તને પતાવી દેવો છે' કહી કોન્ટ્રાકટર પર કટર અને ડિસમિસ વડે હુમલો કર્યો હતો. જેને પગલે કોન્ટ્રાકટરને ચહેરા પર ગંભીર ઇજાઓ પહોચી છે. સમગ્ર મામલે તેમણે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ (Morbi taluka police) દાખલ કરી છે.
મોરબીના લાલપર ગામ નજીક અજંતા ઓરસન (Attacked the contractor with a cutter) એપાર્ટમેન્ટમાં રહેતા સંતોષકુમાર રાધાકાંતભાઇ પાંડાએ એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ શ્રીજી વિટ્રીફાઇડમાં ફીડર કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. એ જ કંપનીમાં આરોપી આકાશ અને મહેશ પણ કામ કરે છે. ગત તારીખ ૨૪ના રાતના આશરે એક વાગ્યે સંતોષકુમાર લાલપર ગામની સીમમાં આવેલ પોતાની ઓરસન અજંતા એપાર્ટમેન્ટની ઓરડીમાં સૂતા હતા. એ સમયે આકશ અને મહેશ ધસી આવ્યા હતા અને સંતોષકુમારને કટ્ટરબ્લેડ તથા ડીસમીસથી ઇજાઓ પહોચાડી હતી.
તેની સાથે ઝપાઝપી થતા સંતોષકુમારે હુમલાનું કારણ પૂછતાં આરોપી આકાશે કહયું હતું કે, 'તું મને વગર વાંકે ગાળો દેતો હોય જેથી આજે તને પતાવી દેવો છે' તેમ કહી મારામારી કરી હતી અને બંને આરોપીઑએ સંતોષકુમારને મુંઢ માર મારી ચહેરા ઉપર ગાલના ભાગમા તથા દાઢીના ભાગમા તથા દાઢીના નીચેના ભાગમા તથા ડાબા હાથમાં કટર અને ડિસમિસ વડે હુમલો કરીને ગંભીર રીતે ઘાલ કર્યા હતા પરંતુ સંતોષકુમારે રાડારાડી કરતા બંને નાસી ગયા હતા. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.