મોરબીમાં નેશનલ હાઈવે માળીયામીયાણાથી લાખીયાસર હંજીયાસર રસ્તા અંગેનું ટેન્ડર મંજુર કરવા અંગેની બાબત પણ લાંબા સમયથી માર્ગ મકાન વિભાગમાં અનિર્ણિત છે. જે અંગે પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જેથી તાકીદે નિર્ણય લેવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરી છે.
આ ઉપરાંત મોરબી, ઘુટુ, ચઢાવ, ચરાડવા, હળવદ રસ્તા ને પુર્ણ કરવા તેમજ મચ્છુ 2 ડેમ સામે જોધપુર નજીકના નવા બંધાયેલા બ્રિજના બંને છેડાનું અધૂરું છોડી દેવાયેલુ કામ પૂર્ણ કરવા બાબતે વિધાનસભામાં ખાસ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તથા મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલાં નવલખી રેલ્વે ઓવરબ્રિજ સાથે બાંધવા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
જેના પ્રત્યુત્તરમાં નવલખી ફાટકના રેલ્વે ઓવર બ્રિજ બાંધવામાં રૂપિયા 30 કરોડના ખર્ચે બ્રિજની ડિઝાઇન ડ્રોઈંગ રેલ્વે ઓથોરિટીની રાજકોટને મંજૂરી અર્થે રજૂ કર્યાની માહિતી મળી હતી. જે મંજૂરી મળીએ વિના વિલંબે કામ હાથ ધરાશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત વિધાનસભામાં સિગરેટ તમાકુ પરના પ્રતિબંધ અંગેના વિધેયકની ચર્ચામા ભાગ લેતા ધારાસભ્ય બ્રિજેશ મિરજાએ સૂચનો કર્યા હતા. જેને ગૃહ રાજ્યમંત્રીએ આવકાર્યા હતા આથી મોરબી શહેરમાં યુવાધનમાં દારૂ, ડ્રગ અને અન્ય પ્રકારના વ્યસન દૂષણને ડામવા પોલીસ તંત્રને કડક સૂચના આપવા ધારાસભ્યએ તાકીદ કરી હતી.