મોરબીઃ હળવદની બ્રાહ્મણી નદીમાં વ્યાપક રેતી ચોરીની ફરિયાદો ઉઠી રહી છે. જેના પગલે રેન્જ ડીઆઈજીપી સંદીપસિંહની સૂચનાથી જિલ્લા SP એસ.આર.ઓડેદરા અને DySp રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ LCB ટીમે રેડ પાડી હતી. જેમાં LCBની વિશાલ ગુલાબ યાદવ, પવન લૂંટન યાદવ, સંતોષકુમાર રામસતેશ્વર માજી અને બિજેન્દ્રકુમાર રાજમઢ વિશ્વકર્માની ધરપકડ કરી હિતાચી મશીન સહિત રૂપિયા 1 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. ત્યારબાદ LCB પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદની બ્રાહ્મણી નદીના પટમાંથી ખનીજચોરી ઝડપાઈ, 1 કરોડનો મુદામાલ જપ્ત - મોરબી પોલીસ
હળવદ પંથકમાં બેફામ ખનીજચોરી કરવામાં આવે છે. જેના પગલે આજે એટલે કે શનિવારે બાતમીને આધારે LCB ટીમે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન સ્થળ પરથી LCBની ટીમે 4 ઇસમોની ધરપકડ કરી છે. આ સાથે જ 5 હિતાચી મશીન અને 1 કરોડ રૂપિયાની કિમતનો મુદામાલ પણ જપ્ત કર્યો છે.
હળવદની બ્રાહ્મણી નદીના પટમાંથી ખનીજચોરી ઝડપાઈ