ETV Bharat / state

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીને બબ્બે ડૉક્ટરેટની પદવી - Morbi

મોરબીમાં નિસ્વાર્થ ભાવે માનવતા મહેકાવી આપવાનો આનંદ સૂત્ર આપનાર યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીને એક નહિ પરંતુ બબ્બે આંતરરાષ્ટ્રીય સંસ્થાન દ્વારા ડૉક્ટરેટની પદવી એનાયત કરાતા મોરબીનું નામ સમગ્ર વિશ્વકક્ષાએ ગુંજતું થયું છે.

Morbi
Morbi
author img

By

Published : Mar 28, 2021, 12:01 PM IST

  • મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીને બબ્બે ડૉક્ટરેટની પદવી
  • બબ્બે આંતરરાષ્ટ્રીય સંસ્થાન દ્વારા ડૉક્ટરેટની પદવી એનાયત કરાઈ
  • આપવાનો આનંદ દેવેનભાઈનું સુત્ર

આ પણ વાંચો : પાટણ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિને ડી.લીટની પદવી અપાશે

નિસ્વાર્થ માનવસેવા પ્રવૃત્તિ બદલ વર્લ્ડ હ્યુમન રાઈટ કમિશન UK, USA

મોરબી: દિવાળી હોય, જન્માષ્ટમી હોય કે મકર સંક્રાંતિ દરેક તહેવારો અને પર્વ સમાજના છેવાડાના વંચિત લોકો અને ખાસ કરીને નાના બાળકો સમાજના અન્ય વર્ગની જેમ જ હસી- ખુશીથી ઉજવી શકે તે માટે છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના સભ્યો ગ્રુપના ફાઉન્ડર અને મેન્ટોર એવા દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ ગ્રુપના મેમ્બરો દ્વારા ગીવ એન્ડ જોય એટલે કે આપ્યાના આનંદના સૂત્ર સાથે નિસ્વાર્થ ભાવે પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીને બબ્બે ડૉક્ટરેટની પદવી

સંસ્થાનું કાયમી માનદ આંતરરાષ્ટ્રીય સભ્યપદ પણ અપાયું

તેમની આ કામગીરીની નોંધ લઈ વર્લ્ડ હ્યુમન રાઈટ કમિશન UK અને USAએ ઇન્ડિયન ચેપ્ટર દ્વારા નવી દિલ્હી ખાતે તા. 21 ફેબ્રુઆરીના રોજ ઉત્કૃષ્ઠ સમાજ સેવાને ધ્યાને લઇ એક્સલન્સી ડૉક્ટરેટ એવોર્ડ સામાજીક કાર્યો માટે આપવાની સાથે આ સંસ્થાનું કાયમી માનદ આંતરરાષ્ટ્રીય સભ્યપદ પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભાવનગર યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે પદવી એનાયત

રોયલ અમેરિકન યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની ડીગ્રી એનાયત

ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત આ વિશેષ સમારોહમાં પાપુઆ ન્યુ ગીની ડબ્લ્યુએચઓના પૌલિશ, સાઉથ આફ્રિકાના ચીફ એજ્યુકેશન ઓફિસર ક્રિસ્ટીઅન બોસ, USAના કાઉન્સિલર ઓફ ટ્રેડ આલ્ફ્રેડ વિલી, કાઉન્સિલર ઓફ બુકરાનો જિન, ડાયરેક્ટર ઓફ ઇન્ડિયન ઇકોનોમિક કોર્પોરેશનના આસિફ ઇકબાલ, IAS ભીમબાદર પ્રધાન, હાઈ કમિશન ઓફ કેન્યા વિલી બીટ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ઓફ ડબ્લ્યુએચઆરસી અભિના કે. આર અને સુપ્રિમકોર્ટના એડવોકેટ ચારુ પ્રજ્ઞા સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા.

યંગર એચીવર એવોર્ડ દેવેન રબારીને એનાયત

આ ઉપરાંત ધી રોયલ અમેરિકન યુનિવર્સિટી (બોસ્ટન) દ્વારા મુંબઇ ખાતે સામાજિક સમરસતા તથા માનવસેવા અને સમાજનાં છેવાડા લોકો માટે માનવતાભર્યા કાર્યો કરવા બદલ વિશેષરૂપે દેવેન રબારીની સેવાઓને બિરદાવી ડૉક્ટરેટ પદવી સાથે યંગર એચિવર સવોર્ડ એનાયત કરીને તેમનું વિશેષરૂપે સન્માન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.