લોકસભાની સામાન્ય ચૂંટણી લઈને મોરબી જિલ્લાના દિવ્યાંગ મતદાતાઓને મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવે દિવ્યાંગ મતદારો તથા NGOના પ્રતિનિધિઓ અને નોડલ ઓફિસરો સાથે વાર્તાલાપ કરી તેમને મતદાનનું મહત્વ અંગે માહિતગાળ કર્યા હતા. લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો વધુને વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી. જિલ્લા ચૂંટણીતંત્રની દિવ્યાંગ મતદાર જાગૃતિ પ્રવૃતિ પરત્વે સંતોષ વ્યક્ત કરી પોતાના કિંમતી સુચનો કર્યા હતાં. આ બેઠકમાં શરૂઆતામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.એસ.ગઢવી તરફથી પ્રેઝન્ટેશનના માધ્યમથી એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવને અને ઉપસ્થિત નોડલ ઓફીસર અને NGOના પ્રતિનિધિ તથા દિવ્યાંગ મતદાતાઓને માહિતીગાર કર્યા હતાં.
તેમણે જણાવ્યું કે, મોરબી જિલ્લામાં દિવ્યાંગ મતદારો પુરૂષ 1301 અને સ્ત્રી 789 મળી કુલ 2090 મતદારો છે. તેમજ મોરબી જિલ્લાના ૫૨ બુથ ઉપર વ્હીલચેર તથા 170 સહાયકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે.ગોહિલ, તથા નોડલ ઓફીસર, દિવ્યાંગ મતદારો, અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.