ETV Bharat / state

Dam overflow: વાંકાનેરના માટેલ ગામે માટેલીયો ઘરો ઓવરફલો - morbi local news

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઇ છે. તો જિલ્લાના ડેમોમાં પણ પાણીની સારી આવક થઇ છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ માટેલીયો ઘરો પણ આજે ઓવરફલો (Dam overflow) થયો છે અને કોઝ વે પરથી પાણી ફરી વળ્યા છે.

વાંકાનેરના માટેલ ગામે માટેલીયો ઘરો ઓવરફલો

author img

By

Published : Jul 27, 2021, 8:51 AM IST

  • કોઝવે પર પાણી ફરી વળ્યા
  • માટેલીયો ઘરો ઓવરફલો થતા રમણીય દર્શ્યો જોવા મળ્યા
  • નવા નીરની આવક થતા 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

મોરબી: શનિવારથી શરુ થયેલી મેઘમહેર રવિવારે પણ યથાવત રહી હતી. રવિવારે સાંજથી લઈને સોમવારે સવાર સુધી મેઘો વરસ્યો હતો. જેથી કરીને મોરબી જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની આવક થઇ છે. તો મચ્છુ 3 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

સતત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળામાં નવા નીર

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઇ છે. તો જિલ્લાના ડેમોમાં પણ પાણીની સારી આવક થઇ છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ માટેલીયો ઘરો પણ આજે ઓવરફલો થયો છે અને કોઝ વે પરથી પાણી ફરી વળ્યા છે. માટેલીયો ઘરો ઓવરફલો (Dam overflow) થતા રમણીય દર્શ્યો જોવા મળ્યા છે.

જિલ્લાના મહત્વના ડેમોમાં 1-1.5 ફૂટ સુધી પાણીની આવક

મોરબી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે અને સતત બે દિવસથી અવિરત વરસી રહ્યો છે. જેને પગલે મોરબી જિલ્લામાં તમામ ડેમોમાં પાણીની આવક થઇ છે. જેમાં મચ્છુ-1 1.94 ફૂટ, મચ્છુ-2 1.97 ફૂટ, ડેમ-1 10.76 ફૂટ, ડેમ-2 1.31 ફૂટ, ઘોડાધ્રોઈ 3.44 ફૂટ, બંગાવડી 12.43 ફૂટ, બ્રાહ્મણી 0.46 ફૂટ, બ્રાહ્મણી -2 1.64 ફૂટ અને ડેમ-3 4.27 ફૂટમાં નવા નીર આવ્યા છે

મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા 1 ફૂટ ખોલ્યા

મોરબીના મચ્છુ 3 ડેમમાં નવા નીરની આવક થતા 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણવાળા 21 ગામોમાં સાવચેત કરવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તો માળીયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રસંગપર, વીરવદરકા, માળિયા મિયાણા, હરીપર, ફતેપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ મચ્છુ 3 ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ ઓવરફલો, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. જેથી સિંચાઈના પાણીની પણ તંગી દુર થઈ છે.

આ પણ વાંચો: ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ ઓવરફલો, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

ધોડાધ્રોઈ ડેમ 90 ટકા ભરાયો, નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સુચના

મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલા ધોડાધ્રોઈ ડેમ 90 ટકા ભરાઈ ગયો હોય અને ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેમ હોવાનું ડેમ અધિકારીએ જણાવ્યું છે હાલ ડેમમાં 970 ક્યુસેક પ્રવાહની આવક છે. જેથી મોરબી તાલુકાના ચકમપર, જીકીયારી, જીવાપર અને જેતપર તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા, ચીખલી અને શાપર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મોરબી ભારે વરસાદથી મચ્છુ ૧ ડેમ ઓવરફલો, 22 ગામો એલર્ટ

ડેમી 1 ડેમ 50 ટકા ભરાયો

ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં રવિવાર સવારથી રાત્ર સુધી મેઘરાજા સતત હેત વરસાવી રહ્યા છે, ત્યારે વાંકાનેરના કોટડા નાયાણી કણકોટ સણોસરા સહિતના ગામે અનરાધાર વરસાદ વરસતા નદી, નાળા, તળાવ છલકાઈ ગયા છે અને પ્રચંડ માત્રામાં પાણીનો આ પ્રવાહ મિતાણા નજીક આવેલા ડેમ-1 ડેમમાં ઠાલવાતા માત્ર 6 કલાકમાં જ ડેમ 60 ટકાથી વધુ ભરાઈ ગયો છે અને હાલમાં જલસપાટી 18 ફૂટે પહોંચી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.