ETV Bharat / state

હું ગદ્દાર નથી તમારી સાથે કોઈ દિવસ ગદ્દારી નહીં કરું : લલિત કગથરા

ટંકારા-પડધરીના ધારાસભ્ય તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા (Gujarat Congress Working President Lalit Kaghara ) આજે મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં. તેમણે રવાપર ખાતે કોંગ્રેસની જંગી સભામાં લલિત કગથરાએ પ્રધાન બ્રિજેશ મેરજાને પર ગંભીર કટાક્ષ કરીને તેમનું 'ગદ્દાર' (Sarcasm on Brijesh Merja ) તરીકે સંબોધન કર્યું હતું

હું  ગદ્દાર નથી તમારી સાથે કોઈ દિવસ ગદ્દારી નહીં કરું : લલિત કગથરા
હું ગદ્દાર નથી તમારી સાથે કોઈ દિવસ ગદ્દારી નહીં કરું : લલિત કગથરા
author img

By

Published : Jul 19, 2022, 9:54 PM IST

મોરબી- ગુજરાત કોંગ્રેસ સમિતિના સહપ્રભારી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકિશન ઓઝા અને ટંકારા-પડધરીના ધારાસભ્ય (Tankara Paddhari MLA Lalit Kagathara) તથા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા (Gujarat Congress Working President Lalit Kaghara ) આજે મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં. તેઓએ હોદેદારો તથા કાર્યકરો સાથે આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વેની ગોઠવણ અંગે ચર્ચા કરી હતી. જે બાદ આજે સવારે મોરબીમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાઈક રેલીમાં કોંગ્રેસના અગ્રણીઓએ ઠેરઠેર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે બાદ રવાપર ખાતે કોંગ્રેસની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં MLA લલિત કગથરાએ પ્રધાન બ્રિજેશ મેરજાને પર ગંભીર કટાક્ષ કરીને તેમનું 'ગદ્દાર' તરીકે (Sarcasm on Brijesh Merja )સંબોધન કર્યું હતું.

જંગી સભામાં લલિત કગથરાએ પ્રધાન બ્રિજેશ મેરજાને પર ગંભીર કટાક્ષ કર્યો

મોરબીના ઉદ્યોગકારો નુકશાની સહન કરી રહ્યા છે સરકાર કઈ કરતી નથી - આ મુદ્દે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ગદારી ક્યારેય સહન નથી કરી શકતો એટલે જે પક્ષે મને બધું આપ્યું એની સાથે કોઈ કાળે ગદ્દારી નહીં કરું. કોંગ્રેસ સાથે આજીવન વફાદાર રહીશ. ખેતી અને ગામડાઓ માટે આ ભાજપ નથી ભાજપ આપડું છે નહીં અને થાવાનું નથી. તમારી કોઈની ચિંતા નથી. ખેતીની ચિંતા નથી. માત્ર ઉદ્યોગોની વાતો કરે છે અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો (Ceramic industry of Morbi ) પણ નુકસાની સહન કરી રહ્યા છે છતાં સરકાર કંઈ કરતી નથી. પાછું સરકારમાં કોઈ બોલી શકતું નથી. રાજ્ય સરકારના પ્રધાનો વાતો કરે છે. બાકી અધિકારી રાજ જ યથાવત હોવાનો આક્ષેપ લલિત કગથરાએ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ 2022ની ચૂંટણીને લઈ વસોયાનું આક્રમણ તેવર, ભાજપનો ભરપુર ઉડાવ્યો છેદ !

બ્રિજેશ મેરજા પર આકરા પ્રહાર કર્યા - વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. ભાજપના અમૃત કાળમાં દેશને દરરોજ ઘણું નુકસાન થઈ રહ્યું છે. રૂપિયા અને મોદી વચ્ચે સ્પર્ધા છે કે કોણ વધુ ઘટશે. આ તો વૈશ્વિક ચર્ચા છે. આપણા ગુજરાતમાં યુવાનોને નોકરી નથી મળતી. ખેડૂતોને પૂરું વળતર નથી મળતું. આવા શાસનનો શું મતલબ અને જે વ્યક્તિ મોરબીમાં કોંગ્રેસના સહારે સત્તા પર હતો. એ વ્યક્તિ ભાજપમાં જઈને પ્રધાન બની ગયો છે. છતાં મોરબીનો વિકાસ નથી થતો તો બ્રિજેશ મેરજાને ગદ્દાર ન કહું તો બીજું શું કહું ?

આ પણ વાંચોઃ કોરોનાને કાબૂમાં લાવવા અને કોરોનાના દર્દીઓની સારવારમાં સરકાર નિષ્ફળઃ લલિત કથગરા

પૂર્વ વિરોધ પક્ષ નેતા સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં -ચૂંટણીના એક્શન પ્લાન અંગે તેમણે જણાવ્યું હતું કે, આજની આ સભામાં પરેશ ધાનાણી, પ્રભાત દૂધાત, ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આજે જેમ મોરબીમાં કાર્યક્રમ થયો તેમ આગામી સમયમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અમે લોકો જઇશું અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીશું.

બીજેપી શાસનથી પ્રજા નારાજ છે - આજની સભામાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ સમિતિના સહપ્રભારી, સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકિશન ઓઝાએ મીડિયાને જણાવ્યું હતું કે, લોકો ભાજપ શાસનથી ખૂબ નારાજ છે. આ પરિસ્થિતિમાં લોકોને કોંગ્રેસ પર મોટી આશા છે. 2022માં ગુજરાતમાં બીજેપીની હાર નિશ્ચિત છે અને કોંગ્રેસની સરકાર બનશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.