આ જોગવાઇ અનુસાર, રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત નહીં થાય. રજાના કારણે જો શ્રમયોગી કે કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય, તો તેવા સંજોગોમાં જે તે વ્યકિતને મળવાપાત્ર પગાર ચુકવાશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવાનો સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનો સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ કે કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન 3થી 4 કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો, આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા અપાશે - Gujarati News
મોરબીઃ રાજ્યમાં આગામી 23મી એપ્રિલે લોકસભા સામાન્ય ચુંટણી – 2019 માટે મતદાન યોજાશે. આ દિવસે મોરબી જિલ્લામાં આવેલા ઔઘોગિક એકમો, કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વકર્સ એકટ, 1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા, સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સવેતન રજા અપાશે.
આ જોગવાઇ અનુસાર, રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત નહીં થાય. રજાના કારણે જો શ્રમયોગી કે કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય, તો તેવા સંજોગોમાં જે તે વ્યકિતને મળવાપાત્ર પગાર ચુકવાશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવાનો સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનો સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ કે કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન 3થી 4 કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો, આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
R_GJ_MRB_02_13APR_ELECTION_VOTING_SHRAMIK_RAJA_FILE_PHOTO_AV_RAVI
R_GJ_MRB_02_13APR_ELECTION_VOTING_SHRAMIK_RAJA_SCRIPT_AV_RAVI
શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી સકે તે માટે મતદાનના દિવસે સવેતન રજા અપાશે
નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, મોરબીની અખબારી યાદીમાં જણાવ્યાં પ્રમાણે આગામી તા. ૨૩-૦૪-૨૦૧૯ના રોજ મોરબી જીલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૧૯માટે મતદાન યોજાનાર છે. આ દિવસે મોરબી જીલ્લામાં આવેલ કારખાના ધારા, ૧૯૪૮ હેઠળના (ઔઘોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વકર્સ એકટ, ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા / સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા, ૧૯પ૧ ની કલમ-૧૩પ(બી) મુજબ કારખાના ધારા, ૧૯૪૮ હેઠળના(ઔઘોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ / સાઇટો ઉપર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.
આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ / કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી / કર્મચારી પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર હોત તેટલો પગાર ચુકવવાનો રહેશે.
જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર માલીક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩