ETV Bharat / state

મોરબીથી ઝારખંડ જતાં પરપ્રાંતિય શ્રમિકે વતન પહોંચીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો આભાર માન્યો

author img

By

Published : May 27, 2020, 7:18 PM IST

ધરતીનો છેડો ઘર... હાલના કપરા સમયમાં સૌ કોઇ પોતાના ઘર તરફ દોટ લગાવી રહ્યું છે. મોરબી જિલ્લો સમગ્ર દુનિયાભરમાં સિરામીક ઉદ્યોગનું હબ ગણાય છે. એટલે સ્વાભાવિક છે કે અહીં તમામ પ્રકારના કારીગર અને મજૂર વર્ગ હોય. કોરોનાના કારણે લોકડાઉન થયું અને પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન જવા માટે ટ્રેન મારફતે જવા માટે વ્યવસ્થા પણ ઉભી કરી.

labor ghulam ansari thanked police and district collector by twitter
પરપ્રાંતિય શ્રમિકે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો આભાર માન્યો

મોરબીઃ ધરતીનો છેડો ઘર... હાલના કપરા સમયમાં સૌ કોઇ પોતાના ઘર તરફ દોટ લગાવી રહ્યું છે. મોરબી જિલ્લો સમગ્ર દુનિયાભરમાં સિરામીક ઉદ્યોગનું હબ ગણાય છે. એટલે સ્વાભાવિક છે કે અહીં તમામ પ્રકારના કારીગર અને મજૂર વર્ગ હોય. કોરોનાના કારણે લોકડાઉન થયું અને પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન જવા માટે ટ્રેન મારફતે જવા માટે વ્યવસ્થા પણ ઉભી કરી.

મોરબીના પરપ્રાંતિય શ્રમિકોને કોઇપણ જાતની તકલીફ ઉભી ન થાય, બાળકો, વૃદ્ધો, મહિલાઓ કે કોઇપણ શ્રમિકો હોય તેમની સેવામાં કોઇપણ પ્રકારની કચાશ રખાઇ નથી. શ્રમિકોને માદરે વતન જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્ય હોય ત્યાં સુધી જેમને પણ પોતાના વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી તેવા દેશના કોઇપણ રાજ્યમાં જવા માંગતા તમામ પરપ્રાંતિય શ્રમિકોને જવાની વ્યવસ્થા કરાઇ.

આ પ્રકારની વ્યવસ્થામાં મોરબી જિલ્લાએ અગ્રીમ સ્થાન લીધું છે. તેવું ફક્ત અહીંના અધિકારીઓ જ નહીં પરંતુ અહીં મોરબીને પોતાની કર્મભૂમિ બનાવીને અહીં વસતા શ્રમિકો પણ દિલથી મોરબીના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

હાલમાં જ મોરબીથી અન્ય રાજયોમાં શ્રમિકોને ટ્રેન મારફતે પોતાના વતન તરફ મોકલવામાં આવી રહ્યાં છે. સમગ્ર કામગીરી દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઇ રહે, શ્રમિકોને ટ્રેનમાં પોતાની સીટ મળી રહે તે માટે પોલીસ સ્ટાફ પણ સતત ખડે પગે ફરજ બજાવી રહ્યું છે. આ સમગ્ર કામગીરીમાં ખુદ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી રાધીકાબેન ભારાઇ, પીઆઇ આર.જે. ચૌધરી, એલસીબી પીઆઇ જે.એમ. આલ સહિતનો પોલીસ સ્ટાફ શ્રમિકોની મદદ માટે સતત હાજર રહીને કામગીરી સંભાળી રહ્યાં છે.

મુસાફરી દરમિયાન પ્રવાસીઓને ખાવા પીવાની કોઇ મુશ્કેલી ન પડે તે માટે મોરબી સિરામીક એસોસિએશન તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફૂડ પેકેટ તેમજ પાણી વિતરણની કામગીરી સંભાળવામાં આવી રહી છે. મૂળ ઝારખંડના અને હાલે મોરબીમાં રહેતા ગુલામ અંસારી નામના પરપ્રાંતિય શ્રમિક પોતાના વતન પરત ફર્યા બાદ ટ્વીટરના માધ્યમથી સમગ્ર મોરબી જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્વીટરના માધ્યમથી ગુલામ અંસારીએ જિલ્લા પોલીસવડા, મોરબી કલેક્ટરને ટેગ કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.