વાંકાનેર : ચંદ્રપુરના રહેવાસી અકીલ ઉર્ફે બાલો ઈસ્માઈલ વકાલીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તે ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો. જેને એકાદ વર્ષ પૂર્વે રૂ 50 હજાર વીસ ટકાએ વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં તા. 24 ના રોજ આરોપી મયુરસિંહ દરબાર, બ્રિજરાજસિંહ દરબાર, સતુભા દરબાર અને કાદુભાઈ દરબાર વાંકાનેર વાળાએ આવીને માર મારી તેમજ સ્વીફ્ટ ગાડીમાં બેસાડી આરોપીઓ લઇ ગયા હતા.
- વ્યાજખોરોએ યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો
- યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ
તેમજ ગાડીમાં ઢીકા પાટું અને ધોકા વડે માર મારી મહાવીર આઈસ્ક્રીમ વાળા કોમ્પ્લેક્ષમાં બીજા મળે આવેલ ઓફિસમાં લઇ જઈને માર માર્યો હતો. તેમજ બીજા ચાર અજાણ્યા ઈસમોએ પણ આવી માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં છોડયો હતો.
જેથી તેના મિત્રએ વાંકાનેર હોસ્પિટલ લાવી જ્યાં પ્રાથમિક સારવાર આપી બાદમાં રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. એક વર્ષ પૂર્વે આરોપી કદુભાઈ અને સતુભા પાસેથી રૂ 50 હજાર વીસ ટકા વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહીત ચૂકવ્યા છતાં પેનલ્ટી અને વધુ વ્યાજના પૈસાની ઉઘરાણી મુદે અપહરણ કરી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તો વાંકાનેર પોલીસે યુવાનની ફરિયાદને આધારે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.