મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીક રહેતા અશોકચાવડાનો પુત્ર હિતેશ (ઉમર 11) મોરબીના વજેપરમાં મામાના ઘરે રહીને અભ્યાસ કરતો હતો, જે રવિવારે ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
શકમંદ તરીકે હાર્દિક ઘનશ્યામ ચાવડાનું નામ ફરિયાદમાં લખાવાયુ હતું. સંબંધમાં બાળકના માસા થતા હાર્દિક ચાવડાની A ડીવીઝન પોલીસે આકરી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને સજ્જનપર ઘુનડા રોડ પર તેને બાળકની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો હોવાની કબુલાત કરી હતી.
આ મામલે સ્થળ પરથી સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવતા રાજકોટ ફોરેન્સિકમાં પોસ્ટમોર્ટમમાટે ખસેડાયા હતા. તેમજ પોલીસે આરોપી માસા હાર્દિક ચાવડા અને તેના ભાઈ વિજય ચાવડા એમ બંને આરોપીને ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. 30 સુધીના પોલીસ રિમાન્ડસોંપ્યા હતા.
બાળકના અપહરણમાં વપરાયેલું બાઈક પોલીસે કબજે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મામલે રિમાન્ડ દરમિયાન આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.