મોરબી: PGVCL(Paschim Gujarat Vij Company) વર્તુળ કચેરી દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ ચેકિંગની આ કામગીરીમાં જિલ્લામાંથી 356 કનેક્શનમાં ગેરરીતી ઝડપી હતી. આ ચેકિંગની કામગીરી રહેણાંક(Residential Electricity Connection) અને કોમર્શીયલ કનેક્શન(Commercial Electricity Connection) ચેક કરાયા હતા. આમ જિલ્લામાં PGVCL વર્તુળ દ્વારા 87.70 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. આ મામલે પીજીવીસીએલ ટીમે(Morbi PGVCL team0 નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: જામનગરમાં વીજ ચોરી કરનાર સામે PGVCLની લાલ આંખ, 706 લોકોના ઘરે ચેકિંગ
35 ટીમો દ્વારા કનેકશનોનું ચેકિંગ - મોરબી PGVCL ટીમ દ્વારા હળવદ, ચરાડવા, સરા, વાંકાનેર, માળિયા અને ટંકારા વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગર, ભુજ, અંજાર અને મોરબીની કુલ 35 ટીમો ચેકિંગ કામગીરીમાં જોડાઈ હતી. જે વિવિધ વિસ્તારોમાં કુલ 3006 રહેણાંક અને કોમર્શીયલ કનેક્શન ચેક કરાયા હતા.
આ પણ વાંચો: જામનગરમાં PGVCL દ્વારા સતત બીજા દિવસે રેડ કરાઈ
ચેકિંગમાં 87.70 લાખની પાવરચોરી પકડાઈ - PGVCL ટીમ દ્વારા 3006 વીજ ચેકિંગ કામગીરી(Power checking operation in Morbi) કરતા 356 કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી. આ ચેકિંગમાં કુલ 87.70લાખની અંદાજીત વીજચોરી પકડવામાં આવી છે. જેથી આ મામલે પીજીવીસીએલ ટીમે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે.