મોરબી : જીલ્લા પોલીસ દ્વારા જાહેર સ્થળો, પરિવહન વખતે માસ્ક ન પહેરનારને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એક જ સપ્તાહમાં ૧૧૭૨ નાગરિકો માસ્ક વિના મળી આવતા દંડ ફટકાર્યો છે.
- તા. ૧૬ થી ૨૧ સુધીમાં ૮૧૩ નાગરિકોને ૧,૬૨,૬૦૦નો દંડ
- તા. ૨૨ ના રોજ એક જ દિવસમાં ૩૫૯ નાગરિકોને ૭૧,૮૦૦નો દંડ
- એક સપ્તાહમાં કુલ ૧૧૭૨ પાસેથી ૨,૩૪,૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.