- મોરબી નજીક પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં સરપંચ સંવાદ યોજાયો
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ અધ્યક્ષે તમામ સરપંચો સાથે ચર્ચા કરી
- સરપંચને વિકાસ માટે મોટી ગ્રાન્ટ મળે છે, સરપંચ તમામ યોજના દરેક ઘર સુધી પહોચાડેઃ પાટીલ
- સિરામિક ઉધોગપતિઓના પ્રશ્નો સાંભળ્યા, વહેલી તકે નિરાકરણની પ્રદેશ અધ્યક્ષે ખાતરી આપી
મોરબીઃ આ સરપંચ સંવાદ કાર્યક્રમ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સરપંચોને ગામના વિકાસ માટે મોટી ગ્રાન્ટ મળે છે. આથી યોજનાની માહિતી હોવાની જરૂરી છે તો જ સારું કામ કરી શકે. સરપંચ મજબુત માધ્યમ છે, જેથી ટેક્નોલોજીના માધ્યમથી મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવી હતી. એટલે યોજના વિશે માહિતી મળી રહેશે. સરપંચ સારા કાર્યો કરી શકશે તેમ જ લોકોને તેનો લાભ મળશે. જ્યારે સંગઠનમાં જવાબદારી મળી હોય તેને કે તેના પરિવારના સભ્યને ટિકિટ નહીં મળે.
સિરામીક ઉદ્યોગપતિઓ સાથે પણ પ્રદેશ અધ્યક્ષે કરી બેઠક
સરપંચ સંવાદ ઉપરાંત સી. આર. પાટીલે મોરબીના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મિંટીંગમાં સિરામીકના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ પ્રશ્નોનો સરકાર ઝડપથી નિકાલ લાવશે તેવી ખાતરી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, જિલ્લા પ્રભારી મંત્રી સૌરભ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તિ અમૃતિયા અને ભાજપ અગ્રણી જયંતી કવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.