મોરબી જિલ્લામાં તાજેતરમાં આચાર્ય બદલી કેમ્પ યોજાયો હતો અને આચાર્યની બદલી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની શાળાના ચેતનભાઈ બોસીયા અને ત્રાજપર સરકારી શાળાના સંગીતાબેન અજમેરીની પણ બદલી કરવમાં આવી હતી અને બદલીને પગલે શિક્ષકોએ જે તે શાળા છોડવાનો વખત આવ્યો હતો. જો કે, જે સ્થળે લાંબો વખત નોકરી કરી હોય તે સ્થળ, સ્ટાફ અને બાળકો સાથે સ્વાભાવિક જ આત્મીયતાનો ભાવ સર્જાતો હોય છે. તો વિદાય સમારોહમાં બાળકો ભાવુક થઇ ગયા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પોતાના પ્રિય શિક્ષક તેને છોડીને જતા હોય ત્યારે બાળકો પોતાની આંખોમાંથી વહેતી અશ્રુધારા રોકી શક્યા ના હતા, ત્યારે આચાર્યએ બાળકોને વ્હાલભેર સમજાવી, પરિવર્તન સંસારનો નિયમ છે તે સમજ આપી હતી અને વિદાય લીધી હતી.
મોરબીની ત્રાજપર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને બદલી પામેલા સંગીતાબેન અજમેરિયા જણાવે છે કે, છેલ્લા ૫ વર્ષથી તેઓ આ શાળામાં ફરજ બજાવતા હતા અને આચાર્ય તરીકેની જવાબદારીની સાથે સાથે વધારાના સમય દરમિયાન બાળકો સાથે રમી વધારાનો સમય વ્યતીત કરતા હતા. જેથી બાળકો સાથે લાગણી સભર સંબધો બંધાયા હતા. જેથી મારી બદલી થતા બાળકો રડી પડ્યા હતા. તો શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ જણાવે છે કે, બહેન અમારી શાળામાં આવ્યા તે પહેલા અમારી શાળા એકદમ ખંઢેર હાલતમાં હતી. ટીચર આવ્યા બાદ તે અમને રમવા લઇ જતા, બેંકમાં ખાતા ખોલાડાવ્યા, ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવ્યો હતો અને હવે ટીચર મારી શાળા છોડીને જાય છે, ત્યારે અમને ઘણું દુખ થાય છે.
મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જણાવે છે કે, હાલના સમયમાં ખાનગી શાળા સામે ટકી રહેવા માટે સરકારી શાળાના આચાર્યો અને સ્ટાફ પોતાની ફરજ બજાવે છે અને તે જે પ્રવૃતિઓ કરે છે. જેથી આ લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાનગી શાળાના આચાર્યોએ કરેલી મહેનત, વાલી સંપર્ક, અભ્યાસી પ્રવુતિઓ અને સ્પર્ધાત્મ્ક પરિક્ષાની તૈયારી કરાવી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડ્યું હતુ.