મોરબીઃ જિલ્લાની વીસી હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ, શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ બી.એચ. ધોડાસરા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, એસપી એસ આર ઓડેદરા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી બી એમ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ સાંચલા ગીતાબેન મનસુખભાઈ અને ભેંસદડિયા દિનેશભાઈ મોહનભાઈ જયારે તાલુકા કક્ષાએ પડાયા સુષ્માબેન કરશનભાઈ, પાલરીયા નૈમિષ ધનજીભાઈ, ગોધવિયા ગૌતમભાઈ રામજીભાઈ અને પટેલ વિમલકુમાર હિમતલાલ સહિતના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે ચેક અને સન્માનપત્ર એનાયત કરીને સન્માનિત કરાયા હતા.