મોરબીઃ શહેરના ચાર અલગ અલગ વ્યક્તિ પાસેથી આરોપી વિશાલે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને કટકે કટકે 3.15 લાખ રૂપિયા પડાવ્યા હતા અને અન્ય 5 શખ્સો સહિત કુલ 9 પાસેથી પૈસા પડાવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
મોરબી પોલીસે ભોગબનારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી વિશાલ પંચોલીની ધરપકડ કરી હતી. તો આરોપીએ મોરબી નગરપાલિકા અને મુખ્યપ્રધાન યોજના મોરબીના નામવાળા ગોળ સિક્કા અને સહી વાળી પહોંચ આપી હતી. બાદમાં મકાન બાબતે રૂબરૂ અને ફોન કરીને વાત કરતા ખોટા બહાના બનાવતો હતો.
મોરબી નગરપાલિકામાં યોજનાની ઓફિસમાં તપાસ કરતા આ પહોંચ નગરપાલિકાની નથી અને આવાસ યોજનામાં પૈસા બેંકમાં ભરવાના હોય છે. રોકડ લેવાતા નથી તેવી માહિતી મળી હતી અને તમને કોઈ મકાનની ફાળવણી કરાઈ નથી. તેવી માહિતી મળતા છેતરપીંડી થઇ હોવાનો ખુલાસો થયો હતો.