ETV Bharat / state

ખેડૂત સુખી તો ગામ સુખી અને ગામ સુખી તો દેશ સુખીઃ ચેરમેન ડૉ. ભરત બોઘરા - morbi news

મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારે સહાય કરતી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને યોજનાઓના અધિકારપત્રો એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડૉ. ભરતભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.

ભરત બોઘરા
ભરત બોઘરા
author img

By

Published : Sep 12, 2020, 6:29 PM IST

મોરબીઃ શહેરમાં આવેલી શનાળા પટેલ સમાજવાડી ખાતે ગુરુવારે આયોજિત કાર્યક્રમમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ અને યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવાના પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ચેરમેન ડૉ. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકાર ખેડૂતો કોઇપણ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

હાલમાં વ્યાપક પ્રમાણમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાનીનું વળતર આપવા સર્વેની કામગીરી ચાલુ છે. ડૉ. ભરત બોઘારાએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે એક પછી એક ઐતિહાસિક નિર્ણયો કરી ખેડૂતોને ખાતર, વીજળી, પોષણયુક્ત ભાવો, બિયારણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આમ, ખેડૂત સુખી તો ગામ સુખી અને ગામ સુખી તો દેશ સુખીનો મંત્રનો આધાર લઇને રાજ્ય સરકાર ખેડૂતો માટે સતત કાર્ય કરી રહી હોવાની વાતને દોહરાવી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓનો લાભ લઇને આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળીને પ્રગતિ કરવાની વિશાળ તકો રહેલી છે. ખેતીમાં પરિવર્તન લાવીને વધુ ઉત્પાદન અને ગુણવત્તા પ્રાપ્ત કરીને ખેડૂતો આગળ આવે તેવી અપીલ પણ કરી હતી.

આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણે મંચસ્થ મહેમાનોને આવકારીને હાલમાં રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપી ખેડૂતોને મોટાપ્રમાણમાં આ યોજનાનો લાભ લેવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડૂતો માટે ખાસ તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇન્ટરનેટના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને રાજ્યમાં એક સાથે એક જ સમયે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં 330 ચોરસ ફુટ ગોડાઉન બનાવવા માટે મોરબી જિલ્લાના 2786 ખેડૂતોને લાભ આપવામાં આવશે. લાભાર્થી ખેડૂતોને બે ભાગમાં 30,000 ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. આમ, મોરબી જિલ્લામાં 2786 લાભાર્થીઓને 835.80 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં 127 ખેડૂત લાભાર્થીઓને 76.20 લાખની સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

શનાળા ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મોરબી, ટંકારા અને માળીયા તાલુકાના 12 ખેડૂત લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ હળવદ ખાતે ધારાસભ્ય પરસોતમ સાબરીયાના અધ્યક્ષ સ્થાને પણ આયોજિત કરવામાં આવ્યો હતો. હળવદ APMC ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પણ હળવદ અને વાકાંનેર તાલુકાના 10 લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.