- વેપારીઓ માટે RTPCR ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે
- ટેસ્ટ સેન્ટરો પર મોટી સંખ્યામાં વેપારીઓ ટેસ્ટ કરવવા આવ્યા
- કોરોનાની ચેઈન તોડવા માટે વેપારીઓ પણ પ્રતિબદ્ધ
મોરબી : જિલ્લામાં વેપારીઓને દુકાન ખોલવા માટે RTPCR ટેસ્ટ નેગેટીવ ફરજીયાત કરવામાં આવ્યો છે. જેથી તમામ વેપારીઓ માટે તથા શાકભાજી-લારીગલ્લાના વેપારીઓનો RTPCR ટેસ્ટ વિના મૂલ્યે કરવામાં આવશે.
RTPCR ફરજીયાત
જિલ્લામાં સંક્રમણ રોકવા માટે દરેક ગામમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે પરંતુ વેપારીઓની માંગને કારણે તેમને વેપાર-ધંધા કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આવી પરિસ્થિતીમાં સંક્રમણ વધે નહીં તે માટે તંત્ર દ્વારા જિલ્લાના દરેક નાના-મોટા વેપારીને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત કરવામાં આવ્યો છે. જેના કારણે વેપારીઓ દ્વારા કોઈને સંક્રમણ લાગે નહી અને સંક્રમણની ચેઈન તોડી શકાય.
આ પણ વાંચો : જામ ખંભાળિયામાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં RTPCR લેબનો પ્રારંભ કરાયો
RTPCR ટેસ્ટ માટે લાઈનો
વેપારીઓ પણ કોરોનાની ચેઈન તોડવા માટે આગળ આવ્યા છે અને ટેસ્ટ સેન્ટર પર વેપારીઓનો ભારે ધસારો જોવો મળ્યો હતા. મોટી માત્રમાં વેપારીઓ કોરોના ટેસ્ટ કરવવા માટે સેન્ટર પર પહોંચ્યા હતા.