ETV Bharat / state

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી, રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરાવવા આદેશ - દુર્ઘટનામાં 7 બાળકોએ માતા પિતા ગુમાવ્યા

મોરબીમાં બ્રિજ દુર્ઘટના(Bridge tragedy in Morbi) મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી(Hearing in the High Court) હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને ચાર લાખનું વળતર પુરતું નથી, 10 લાખનું વળતર આપવું જોઈએ. દુર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. પ્રત્યેક બાળકોને 37 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્યભરમાં તમામ બ્રિજનો સર્વે કરાવવા આદેશ(Order to survey all bridges) કર્યા છે. 10 દિવસમાં સમગ્ર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. ઓરેવા ગ્રુપ સામે કોઈ પગલાં ન લેવાતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

મૃતકોના પરિજનોને ચૂકવવામાં આવેલ રકમથી હાઈકોર્ટ નારાજ

author img

By

Published : Nov 24, 2022, 1:25 PM IST

Updated : Nov 24, 2022, 3:52 PM IST

અમદાવાદ: મોરબીમાં બ્રિજ દુર્ઘટના(Bridge tragedy in Morbi) મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી(Hearing in the High Court) હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને ચુકવવામાં આવેલ રકમથી સંતોષ નથી. 10 લાખનું વળતર આપવું જોઈએ. હાઈકોર્ટે રાજ્યભરમાં તમામ બ્રિજનો સર્વે કરાવવા આદેશ(Order to survey all bridges) કર્યા છે. 10 દિવસમાં સમગ્ર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.

રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરાવવા આદેશ
રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરાવવા આદેશ

વળતરને લઈને હાઈકોર્ટ નાખુશ: આજે સુનાવણીમાં હાઈકોર્ટ વળતરને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને ચાર લાખનું વળતર પુરતું નથી. યોગ્ય વળતર ચૂકવવું એ પણ સમયની જરૂરિયાત છે. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ચૂકવવામાં આવતું વળતર પણ ઓછું છે. 10 લાખનું વળતર આપવું જોઈએ. દુર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. પ્રત્યેક બાળકોને 37 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે.

તમામ બ્રિજનો સર્વે માટે આદેશ: આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્યભરમાં તમામ બ્રિજનો સર્વે કરાવવા આદેશ કર્યા છે. 10 દિવસમાં સમગ્ર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. જેમાં હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી માંગી છે. ઓરેવા ગ્રુપ સામે કોઈ પગલાં ન લેવાતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. મોરબી દુર્ઘટનામાં 135 કરતા વધારે લોકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 21 નવમ્બરે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ અને વધારે વળતરની માગ પર સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. ઉપરાંત આ કેસને લઈને હાઈકોર્ટમાં જવાની વાત કરી હતી, કેમ કે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.

મૃતકોના પરિવારજનોને ચાર લાખનું વળતર પુરતું નથી,

તમામ પાસા પર સુનાવણી: સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, હાઈકોર્ટ સ્વતંત્ર તપાસ, તપાસ અને કાર્યવાહીમાં તેથી તથા યોગ્ય વળતરના પાસા પર ધ્યાન આપે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પાસે આગ્રહ રાખ્યો છે કે તે નિયમિત અંતરે સુનાવણી કરતા રહે જેથી તમામ પાસા પર સુનાવણી થઈ શકે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે, જો તેમને ફરીથી આગળ જતાં સુપ્રીમ કોર્ટને દખલગીરી કરવી જોઈએ તેવું લાગે તો, તેઓ ફરી સુપ્રીમ કોર્ટ આવી શકે છે. અરજીકર્તાના વકીલ તરફથી એક નિર્ધારિત રકમ વળતર તરીકે પીડિત પક્ષને આપવામાં આવે તેવી માગ કરી છે.

Last Updated : Nov 24, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.