ETV Bharat / state

ટંકારા કોર્ટમાં હાજર રહેલા હાર્દિક પટેલની અમદાવાદના રામોલ પોલીસના કેસમાં કરાઇ અટકાયત

ટંકારા કોર્ટમાં હાજર રહેલ હાર્દિક પટેલની અમદાવાદના રામોલ પોલીસના કેસમાં મોરબી એલસીબીએ અટકાયત કરી હતી. ટંકારામાં વર્ષ 2017માં જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ સહિત 33 લોકો સામે ગુનો નોંધાયો હતો. આ કેસ અગાઉ ટંકારા કોર્ટમાં ચાલી જતા હાર્દિક પટેલ કોર્ટની મુદતમાં ગેરહાજર રહેતા તેમની સામે નોનબેલબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેથી આજે હાર્દિક પટેલ આ કેસમાં હાજરી આપવા ટંકારા કોર્ટમાં આવ્યો હતો.

etv bharat
હાર્દિક પટેલની અટકાયત
author img

By

Published : Mar 21, 2020, 12:45 AM IST

મોરબીઃ જિલ્લાના ટંકારામાં વર્ષ 2017માં જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ સહિત 33 લોકો સામે ગુનો નોંધાયો હતો. આ કેસ અગાઉ ટંકારા કોર્ટમાં ચાલી જતા હાર્દિક પટેલ કોર્ટની મુદતમાં ગેરહાજર રહેતા તેમની સામે નોનબેલબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેથી આજે હાર્દિક પટેલ આ કેસમાં હાજરી આપવા ટંકારા કોર્ટમાં આવ્યો હતો.

ટંકારા કોર્ટમાં હાજર રહેલા હાર્દિક પટેલની અમદાવાદના રામોલ પોલીસના કેસમાં કરાઇ અટકાયત

કોર્ટમાં તેમના વકીલ મુકેશભાઈ બારૈયાની દલીલના આધારે રૂ. 500નો દંડ અને રૂ. 15 હજારના જામીન પર છુટકારો થયો હતો. જ્યારે સરકારી વકીલ પૂજાબેન જોશીએ અન્ય કેસો મામલે પણ વલણ બાબતે સ્પષ્ટતા કરી હતી અને આ કેસમાં આગામી દિવસોમાં કોર્ટની મુદતમાં હાજર રહેવાનું ફરમાન કરાયું છે. ત્યારે અમદાવાદના રામોલ કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ નોનબેલેબલ વોરંટ ઇસ્યુ થતા આજે ટંકારા કોર્ટમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલની મોરબી એલસીબીએ અટકાયત કરી હતી અને રામોલ પોલિસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.