- પ્રધાનને જે જવાબદારી જિલ્લા માટેની હોય તે નથી : હાર્દિક પટેલ
- પ્રધાન બન્યા છતાં મોરબીની પરિસ્થિતિ ખરાબ, ગુન્હાખોરી વધી
- સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે મોરબીના રવાપર ગામે જનચેતના સંમેલનનું આયોજન
મોરબીઃ Gujarat Congressના કાર્યકારી અધ્યક્ષ Hardik Patel મોરબીના રવાપર ગામે જનચેતના સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમના સહિત કોંગ્રેસી ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને સરકાર પર મોંધવારી સહિતના મુદે પ્રહારો કર્યા હતાં. મોરબીમાંથી બ્રિજેશ મેરજા પ્રધાન બન્યાં પણ પરિસ્થિતિ ન સુધરી કહીને મેરજાને આડે હાથ લીધાં હતાં.
સરદારનું સ્ટેચ્યુ બનાવવા કરતા 3300 કરોડની સરદારના નામે હોસ્પિટલ ઉભી કરી હોય તો ગુજરાત હેરાન ન થાત : મેવાણી
મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલન ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં યોજાયું હતું જેમાં ગુજરાત કોંગ્રેસના ચુંટાયેલા ધારાસભ્યો Jignesh Mevani, લલિત કગથરા, અમરીશ ડેર, ઋત્વિજ મકવાણા, ચિરાગભાઈ કાલરીયા, સહિતના કોંગેસ આગેવાનો અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જન ચેતના સંમેલનમાં જિગ્નેશ મેવાણીએ કોરોનામાં સરકારે કરેલ કામગીરી પર સવાલો ઉભા કર્યા હતાં. 3300 કરોડ રૂપિયા સરદાર પટેલના સ્ટેચ્યુ બનાવવા માટે છે પણ સરદારના નામે હોસ્પિટલ બનાવી કામ કર્યું હોત તો ગુજરાતની સ્થિતિ કોરોનામાં સારી હોત તેમ પણ જણાવ્યું હતું. પોલીસના ગ્રેડ પે મામલે પણ સરકારને આડે હાથ લીધી હતી.
હાર્દિકે કર્યાં શબ્દ પ્રહાર
તો પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે બેરોજગારી, ખેડૂતો દુઃખી, ગામડાંઓ બરબાદ થયા અને મહિલાઓ દુઃખી છે તેવા સંજોગોમાં સરદાર જયંતી નિમિતે આજે મોરબીથી જન ચેતના સંમેલનનું આયોજન કર્યું છે અને આ જન ચેતના સંમેલન આગામી એક વર્ષમાં 200 થી 250 વિસ્તારોમાં જશે અને લોકોને જાગૃત કરશે. મોરબીની પરિસ્થિતિ અંગે દુઃખ વ્યકત કરતા જણાવ્યું હતું કે મોરબીમાં અસામાજિક તત્વો અને ગુંડાઓનો માહોલ વધ્યો છે ત્યારે લોકો જાગૃત થાય અને પોતાના અધિકારીની વાત કરે તે માટે આ જન ચેતના સંમેલન યોજી રહ્યા છીએ. નવા પ્રધાનમંડળમાં મોરબીના ધારાસભ્ય Minister Brijesh Merja ને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે બ્રિજેશ મેરજા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પહેલાના મોરબીમાં અને હાલના મોરબીમાં માત્ર એટલો જ ફર્ક છે કે પહેલા પ્રધાનના ન હતાં હવે છે પણ પ્રધાન બન્યા પછી જે જવાબદારી મોરબી માટે હોય તે નથી. મોરબીના તમામ સિરામિક ઉદ્યોગકારો. મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી અને ગેસના ભાવ ન વધે તે માટે રજૂઆત કરી હતી. પણ બીજા જ દિવસે ભાવવધારો આવ્યો. ઉદ્યોગપતિઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે પરેશાન છે તો મોરબી નગરપાલિકામાં લોકોએ 52 સીટો આપી પણ પ્રજાના કામ થતાં નથી. રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ તત્કાલ કરવી જોઈએ.
આ પણ વાંચોઃ Exclusive: પટનામાં પ્રચાર માટે પહોંચેલા હાર્દિક પટેલે કહ્યું - ગુજરાત અને બિહારમાં સત્તા પરિવર્તન થવું જરૂરી
આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસમાં જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની કેમિસ્ટ્રી સફળ થશે ખરી..